રાજધાની લખનઉમાં દૂધમાં થૂંકવાનો એક મામલો સામે આવ્યો છે. દૂધ ખરીદનારા લવ શુક્લાએ જણાવ્યું હતું કે તે બાંકે બિહારી અને કાંવડ યાત્રામાં શંકરજીના અભિષેક માટે આ દૂધનો ઉપયોગ કરતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે દૂધમાં થૂંક ભેળવીને તેમનો ધર્મ ભ્રષ્ટ કરવામાં આવ્યો છે. લવ શુક્લાએ આવા લોકો સામે કડક કાર્યવાહી અને રાસુકા લગાવવાની માંગ કરી છે.
પપ્પુ નામથી વહેંચતો હતો દૂધ, નામ મોહમ્મદ શરીફ
માહિતી મુજબ, લખનઉના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લવ શુક્લાના પરિવારને પપ્પુ નામનો વ્યક્તિ દૂધ આપવા આવતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે દૂધમાં થૂંકીને દૂધ આપતો હતો. તેના પર થૂંક જેહાદનો આરોપ મૂકવામાં આવ્યો છે. લવ શુક્લાના પરિવારે ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ પણ સામે આવ્યું કે પપ્પુ નામનો વ્યક્તિ પોતાનું સાચું નામ છુપાવીને દૂધ પહોંચાડી રહ્યો હતો. તેનું સાચું નામ મોહમ્મદ શરીફ છે, જે પપ્પુ નામથી દૂધ વહેંચતો હતો.
ઉત્તરપ્રદેશના લખનઉમાં દૂધ વિક્રેતાની હરકત CCTVમાં કેદ, દૂધમાં થૂંકીને ગ્રાહકને દૂધ આપ્યું!#Lucknow #UttarPradesh #CCTVFootage #jihad #HinduMahasabha #viral #viralvideo #ZEE24KALAK pic.twitter.com/TfVPSfj1HO
— Zee 24 Kalak (@Zee24Kalak) July 5, 2025
હિન્દુ મહાસભાની રાસુકા લગાવવાની માંગ
અખિલ ભારતીય હિન્દુ મહાસભાને આ બાબતની જાણ થતાં જ તેમના કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શિષ્ય ચતુર્વેદીએ જણાવ્યું હતું કે થૂંક જેહાદ સંપૂર્ણપણે ફેલાયેલો છે અને આવા લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ થવો જોઈએ. તેમણે કહ્યું કે કાવડ યાત્રા ચાલી રહી છે અને આ દરમિયાન શંકરજીની પૂજામાં દૂધનો ઉપયોગ થાય છે, તેથી આ એક ગંભીર બાબત છે.
સમગ્ર મામલે DCP પશ્ચિમ ઝોન શશાંક સિંહે જણાવ્યું હતું કે આ મામલો ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. દૂધવાળા દ્વારા દૂધમાં થૂંકવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને આના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે