નવી દિલ્હી: ધકધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit)ની સુંદર સ્માઇલ, તેમના ડાન્સ અને અભિનયના આજે પણ લોકો દિવાના છે. ગત વર્ષે માધુરી દીક્ષિત કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. માધુરી દીક્ષિતે બોલીવુડ ઇંડસ્ટ્રીમાં એક એકથી ચઢિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
માધુરીની ફિલ્મ 'ખલનાયક' તો તમને યાદ જ હશે. 1993માં આવેલી આ ફિલ્મમાં સંજય દત્ત સાથે માધુરી દીક્ષિત જોવા મળી હતી. સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મની સિક્વલની જલદી જાહેરાત થવાની છે. માધુરી દીક્ષિતને આ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો તો જુઓ તેમને શું કહ્યું.
'ખલનાયક' સીક્વલને લઇને માધુરી દીક્ષિતે કહ્યું કે 'મને આ વિશે કોઇ જાણકારી નથી. આ મારા માટે પણ નવા સમાચાર છે. હું પોતે સરપ્રાઇઝ છું કે ખલનાયક 2ને બનવા જેવા કોઇ સમાચાર સામે આવ્યા નથી. તમને જણાવી દઇએ કે ફિલ્મ 'ખલનાયક' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચૂકી છે.
આ ફિલ્મમાં માધુરી દીક્ષિતે ગંગાનો રોલ પ્લે કર્યો હતો. જેકી શ્રોફ અને સંજય દત્તએ ફિલ્મમાં દમદાર ભૂમિકા ભજવી હતી. માધુરીને હાલ 'ખલનાયક' સીકવલને લઇને કોઇ જાણકારી નથી પરંતુ જો તમે આ ફિલ્મની સીક્વલ બનાવશો તો આ સમાચારથી ફેન્સ ખૂબ ખુશ થશે.
તાજેતરમાંજ માધુરી દીક્ષિતે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો ત્યારબાદ તેમનું ગીત કેન્ડલ રિલીઝ થયું હતું. પહેલીવાર કોઇ ગીતમાં માધુરી દીક્ષિતે પોતાનો અવાજ આવ્યો હતો. લોકડાઉન બાદ માધુરી દીક્ષિત રિયાલિટી શો 'ડાન્સ દિવાને' પર ફોકાસ કરશે. નેટફ્લિક્સની સાથે કોઇ નવા પ્રોજેક્ટ સાથે જોડાવવા જઇ રહી છે.
માધુરી દીક્ષિત 'તેજાબ' દિલ તો પાગલ હૈ' 'દિલ' 'સાજન' જેવી ફિલ્મો વડે ફેન્સનું દિલ્હી જીતી ચોકી છે. ખલનાયકની સીક્વલમાં કામ કરવાને લઇને જ્યારે માધુરીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો તો તેમને અખ્યું કે જો ખલનાયક સીક્વલ બનશે તો નવા લોકોને તક આપવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે