Home> India
Advertisement
Prev
Next

MP: વિદિશામાં મોટી દુર્ઘટના, 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા બે ડઝનથી વધુ લોકો, ચારના મોત

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગુરુવારે રાતે કૂવામાં એક  બાળક પડી જવાથી ઉમટી પડેલી ભીડના કારણે કૂવો ધસી પડતા બે ડઝનથી વધુ લોકો કૂવામાં પડ્યા.

MP: વિદિશામાં મોટી દુર્ઘટના, 50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા બે ડઝનથી વધુ લોકો, ચારના મોત

વિદિશા: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગુરુવારે રાતે કૂવામાં એક  બાળક પડી જવાથી ઉમટી પડેલી ભીડના કારણે કૂવો ધસી પડતા બે ડઝનથી વધુ લોકો કૂવામાં પડ્યા, અને કાટમાળમાં દટાયા. જેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોના આ દુર્ઘટનામાં દર્દનાક મોત થયા છે. બચાવ કાર્ય મોડી રાતે પણ ચાલુ રહ્યું હતું. ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. 

fallbacks

50 ફૂટ ઊંડા કૂવામાં પડ્યા બે ડઝન લોકો
જો કે હજુ એ જાણી શકાયું નથી કે કુલ કેટલા લોકો આ કાટમાળ નીચે દટાયા છે. આ કૂવો લગભગ 50 ફૂટ  ઊંડો છે અને 20 ફૂટ સુધી પાણી હોવાનું કહેવાય છે. જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગે ગુરુવારે મોડી રાતે કહ્યું કે અત્યાર સુધીમાં 16 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ કૂવાના પાણીને મશીનથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે જેને પૂરું થવામાં સમય લાગશે. 

આ રીતે ઘટી દુર્ઘટના
કૂવામાં પડ્યા બાદ બચાવવામાં આવેલા લોકોમાંથી બે લોકોએ કહ્યું કે કૂવામાં એક બાળકીને બચાવતી વખતે આ દુર્ઘટના ઘટી. તેને બચાવવા માટે કેટલાક લોકો કૂવામાં ઉતર્યા જ્યારે લગભગ 40થી 50 લોકોની ભીડ તેમની મદદ અને જોવા માટે કૂવા પાસે ભેગી થઈ ગઈ. આ દરમિયાન કૂવાની પાળીનો ભાગ ધસી પડ્યો અને લગભગ 25થી 30 લોકો કૂવામાં પડ્યા. 

તેમણે કહ્યું કે તેમના બે સહિત લગભગ 12 લોગોને ત્યાં હાજર ગ્રામીણોએ કૂવામાંથી રસીની મદદથી બહાર કાઢ્યા અને બચાવ્યા. બંનેને મામૂલી ઈજા થઈ છે. કૂવાની છત પર લોખંડના જે સળિયા લાગેલા હતા તે ગળી ગયા હતા અને આથી તૂટી ગયા જેના કારણે આ અકસ્માત થયો. 

કૂવામાં એક ટ્રેક્ટર પણ ખાબક્યું
પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ રાતે લગભગ 11 વાગે બચાવ કાર્યમાં લાગેલું એક ટ્રેક્ટર પણ કૂવામાં ખાબક્યુ. જેના કારણે ચાર પોલીસકર્મીઓ સહિત કેટલાક અન્ય લોકો પણ કૂવામાં પડ્યા. જેમાંથી 3 પોલીસકર્મીઓ અને અન્ય કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. 

આ ઘટના સાંજે 6ની આસપાસ ઘટી અને સંજોગોવસાત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે વિદિશામાં જ હતા. તેમની 3 દત્તક પુત્રીઓના વિવાહ વિદિશાના ગણેશ મંદિરમાં થયા હહતા. ઘટનાની જાણકારી મળતા જ મુખ્યમંત્રીએ ત્યાંના અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા. તેમણે દિલ્હી જવાનો કાર્યક્રમ પણ રદ કર્યો અને વિવાહ સ્થળ પર જ કંટ્રોલ રૂમ બનાવીને બચાવ કાર્યનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More