Home> India
Advertisement
Prev
Next

Madhya Pradesh: 3 બાળકો હોવા બદલ 989 શિક્ષકોને મળી નોટિસ, નોકરી પર તોળાયું જોખમ

જે 989 શિક્ષકોના ત્યાં ત્રીજુ સંતાન છે તેમને વિદિશાના DEO એ કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. 26 જાન્યુઆરી 2001ના રોજ પરિવાર કલ્યાણના આદેશ મુજબ સરકારી કર્મચારી 2થી વધુ બાળકો પેદા કરી શકે નહીં. અત્રે જણાવવાનું કે આ તમામ 989 શિક્ષકોને 3 સંતાનો હોવાની વાતની પુષ્ટિ થઈ છે. 

Madhya Pradesh: 3 બાળકો હોવા બદલ 989 શિક્ષકોને મળી નોટિસ, નોકરી પર તોળાયું જોખમ

પ્રમોદ શર્મા, વિદિશા: મધ્ય પ્રદેશના વિદિશાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે જે 989 શિક્ષકોના ત્યાં ત્રીજુ સંતાન છે તેમને વિદિશાના DEO એ કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. 26 જાન્યુઆરી 2001ના રોજ પરિવાર કલ્યાણના આદેશ મુજબ સરકારી કર્મચારી 2થી વધુ બાળકો પેદા કરી શકે નહીં. અત્રે જણાવવાનું કે આ તમામ 989 શિક્ષકોને 3 સંતાનો હોવાની વાતની પુષ્ટિ થઈ છે. 

fallbacks

આ મામલે આ શિક્ષકોને કારણ દર્શાવો નોટિસ ફટકારીને 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી માત્ર 189 શિક્ષકોએ જ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસને જવાબ પાઠવ્યો છે. અત્રે જણાવવાનું કે વિદિશાના શિક્ષણ વિભાગમાં લગભગ 7 હજાર શિક્ષકો છે. 

મફતવાળી યોજનાઓ બંધ થઈ જશે? રાજ્યોની સ્થિતિ કથળી રહી છે, PM મોદીને અપાયું આ મોટું અપડેટ

નોંધનીય છે કે શિક્ષણ વિભાગની કારણ દર્શાવો નોટિસના જવાબમાં શિક્ષકોએ અલગ અલગ તર્ક આપ્યા છે. કોઈએ સંબંધી દ્વારા બાળકને દત્તક લેવાનો હવાલો આપ્યો છે તો કોીએ TT ઓપરેશન ફેલ ગયું હોવાની વાત કરી છે. અન્ય એક શિક્ષકે તો નોકરીએ લાગ્યો ત્યારે નિયમ ન હોવાનો હવાલો આપ્યો. 

રાજ્યસભામાં પહેલીવાર 'નબળી' પડી  કોંગ્રેસ, 17 રાજ્યોમાંથી પાર્ટીના કોઈ સાંસદ નથી

હવે શિક્ષકોના આ જવાબનું પરીક્ષણ કરવા માટે વિભાગીય અધિકારી બલવીર તોમરના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી છે. કહેવાય છે કે આ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે અને તેમની નોકરી પણ જઈ શકે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More