મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે મહિલાઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ મધ્ય પ્રદેશમાં મહિલાઓને હવે સરકારી નોકરીમાં 35 ટકા અનામત મળશે. શિવરાજ સરકારની આ જાહેરાત બાદ સામાન્ય વહિવટ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે સીધી ભરતીમાં મહિલાઓને 35 ટકા અનામત મળશે.
માત્ર વન વિભાગમાં લાગૂ નહીં
આ માટે મધ્ય પ્રદેશ સિવિલ સેવા (મહિલાઓની નિયુક્તિ માટે વિશેષ ઉપબંધ) નિયમ 1997ને સંશોધિત કરાયો છે. વન વિભાગને બાદ કરતા તમામ વિભાગમાં 35 ટકા અનામતનો ફોર્મ્યૂલા લાગૂ થશે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશિમાં આ સરકારનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારી નોકરીમાં મુખ્યમંત્રીના આદેશ બાદ મહિલાઓ માટે કોટા ફિક્સ થયો છે.
લાડલી બહેન યોજના હેઠળ મળે છે 1500 રૂપિયા
આ અગાઉ પણ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મહિલાઓ માટે મહત્વની જાહેરાતો કરી છે. લાડલી બહેન યોજના હેઠળ શિવરાજ સરકાર મહિલાઓને 1500 રૂપિયા ખાતામાં મોકલે છે. શિવરાજ સિંહ ચૌહાણ અગાઉ કહી ચૂક્યા છે કે આગળ જઈને આ રકમ વધારવામાં આવશે અને તે 3000 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. તેમણે કહ્યું કે તબક્કાવાર આ યોજના હેઠળ પૈસામાં વધારો કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે