Home> India
Advertisement
Prev
Next

મધ્ય પ્રદેશ ચૂંટણી: કોંગ્રેસ-બીએસપી ગઠબંધન ન થવાને કારણે કોણ લાભ? જાણો શું સંપૂર્ણ રાજકારણ

કર્નાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં સોનિય ગાંધી અને બીએસપી પ્રમુખ માયાવતી બન્ને સાથે જોવા મળ્યા હતા.

મધ્ય પ્રદેશ ચૂંટણી: કોંગ્રેસ-બીએસપી ગઠબંધન ન થવાને કારણે કોણ લાભ? જાણો શું સંપૂર્ણ રાજકારણ

નવી દિલ્હી: મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. આ વચ્ચે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિપક્ષી એકતા તૂટતી જોવા મળી રહી છે. કર્નાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં સોનિય ગાંધી અને બીએસપી પ્રમુખ માયાવતી બન્ને સાથે જોવા મળ્યા હતા. પરંતુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂટણીમાં બન્ને પાર્ટીઓ અલગ-અળગ ચૂંટણી લડી રહ્યા છે. આ સંભવિત ગઠબંધન તૂટવાના કારણે આ બન્ને રાજ્યોની મોટાભાગની બઠક પર ત્રિકોણીય લડાઇની શક્યતા વધુ મજબૂત બની ગઈ છે. આ આર્ટીકલમાં અમે તમને સમજાવવાનો પર્યત્ન કરી રહ્યા છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ-બીએસપીની વચ્ચેના ગઠબંધન તૂટવાથી કોને લાભ થશે અને કોને નુકસાન ઉઠાવવું પડશે.

fallbacks

ગત ચૂંટણીમાં 69 બઠક પર જોવા મળી BSPની અસર
વર્ષ 2013 અને 2008ના વિધાનસભા ચૂંટણી માર્જિન જોઇએ તો મધ્યપ્રદેશની 69 બઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને 10 ટકાથી વધુ મત મળ્યા હતા. આશા હતી કે જો બીએસપી અને કોંગ્રેસ 69 બેઠક પર સાથે લડતા તો બીજેપીને ટક્કર આપી શક્યા હોત. પરંતુ આ સંભવ નથી. સંભવિત ગઠબંધ ન બનાવાથી નક્કી છે કે બીએસપી અને કોંગ્રેસના વોટ વિખેરાઇ જશે.

fallbacks

જ્યારે વર્ષ 2008ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે સમયે બીએસપીએ લગભગ 9 ટકા મત મેળવ્યા હતા. તે સમયે ચૂંટણીમાં બીજેપી 143, કોંગ્રેસ 71 અને બીએસપી 7 બેઠકો જીતી હતી. બીજેપીના મતોનું માર્જિન 37 ટકા અને કોંગ્રેસના 32 ટકા રહ્યું હતું. કોંગ્રેસના 32 અને બીએસપી 9 ટકા મતો સાથે જોડે છે તો આ આંકડો 41 ટકા પહોંચી જતો જે બીજેપી કરતા વધુ હતો. જો તમે બેઠકોમાં આ સમીકરણ ઉમેરો છો, તો બીએસપી-કૉંગ્રેસ જોડાણને 131 બેઠકો મળે છે અને ભાજપને 90 બેઠકોથી સંતુષ્ટ થવું પડ્યું હોત. પરંતુ તે થયું ન હતું.

વર્ષ 2013ના વિધાનસભામાં બીજેપીએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો. બીજેપીએ 46 ટકા મત મેળવ્યા હતા. ત્યારે કોંગ્રેસને 37 ટકા અને બીએસપીને 6 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસ અને બીએસપીના મતોને જોઇએ તો આ આંકડો 43 પહોંચતો હતો જે બીજેપીના 46 ટકાથી ઓછા હતા.

fallbacks

નિષ્ણાતો માને છે કે ગત ત્રણ વિધાનસભા ચૂંટણી (2003, 2008 અને 2013)માં મધ્યપ્રદેશની 69 બેઠકો પર બીએસપીએ 10 ટકાથી વધુ મતો મેળ્યા હતા. બીએસપી ત્રણ ચૂંટણીમાં 13 બેઠકો પર વિજય અને 34 બેઠકો પર બીજા સ્થાન પર રહી હતી. આમાંથી મોટા ભાગની બેઠકો પર બીએસપીના મત હિસ્સામાંથી હાર-વિજેતા માર્જિન ઓછું રહ્યું છે.

આ આંકડાઓના આધારે અનુમાન લગાવી શકાય છે કે બીએસપી અને કોંગ્રેસના ગઠબંધન ન થવા પર બીજેપીને મોટો લાભા થઇ શકે છે. નિષ્ણાતો માને છે કે આ વખતે મધ્યપ્રદેશના મોટા ભાગમાં ખેડુતો શિવરાજ સિંહ ચૌહાન સરકારથી નારાજ છે. એવામાં વિપક્ષી મતોને વિખેરાવું બીજેપી માટે રાહત સાબિત થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More