Home> India
Advertisement
Prev
Next

Bhopal: કમલા નહેરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 4 માસૂમ ભૂલકાઓના દર્દનાક મોત

મધ્ય પ્રદેશના ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ભીષણ આગ લાગી. આ હ્રદયદ્રાવક ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે.

Bhopal: કમલા નહેરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 4 માસૂમ ભૂલકાઓના દર્દનાક મોત

ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ભીષણ આગ લાગી. આ હ્રદયદ્રાવક ઘટનામાં ચાર બાળકોના મોત થયા છે. કહેવાય છે કે જે વોર્ડમાં આગ લાગી ત્યાં 40 બાળકો હતા જેમાંથી 36 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. 

fallbacks

આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ઘટના સ્થળ પર ફાયરની 12 ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. સૂચના મળતા જ ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ પણ હોસ્પિટલ પહોંચ્યા. ઘટનાસ્થળ પર મોડી રાત સુધી અફરાતફરીનો માહોલ રહ્યો. 

આગ લાગવાના કારણે બાળકોના વોર્ડમાં અનેક નવજાત બાળકો અને ડોક્ટરો અંદર ફસાઈ ગયા હતા. જો કે અન્ય તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા. મામલાની ગંભીરતા જોતા ફતેહગઢ, બૈરાગઢ, પુલ બોગદા સહિત અન્ય વિસ્તારોની ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ બુઝાવી લેવાઈ છે અને હાલાત નિયંત્રણમાં છે.

મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યું કે ત્રીજા ફ્લોરના જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં 40 બાળકો દાખલ હતા  જેમાંથી 4 બાળકોના મોત થયા છે. જ્યારે બાકીના 36 બાળકોને રેસ્ક્યૂ કરીને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા છે. તેમણે જણાવ્યું કે પ્રત્યેક મૃતકના માતા પિતાને 4 લાખ વળતર ચૂકવવામાં આવશે. 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ લાગવાની ઘટના દુખદ છે. બચાવ કાર્ય ઝડપથી થયું. ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. તપાસ એસીએસ લોક સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ મોહમ્મદ સુલેમાન કરશે. તેમણે કહ્યું કે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More