Home> India
Advertisement
Prev
Next

MP: કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ, 12 દિવસમાં ત્રીજા MLAએ છોડ્યો પાર્ટીનો સાથ

 મધ્ય પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસના ખરાબ દિવસો ચાલી રહ્યાં છે. 12 દિવસની અંદર પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. ખંડવા જિલ્લાની માધાંતા વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય નારાયણ પટેલે રાજીનામુ આપી દીધું છે.
 

MP: કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ, 12 દિવસમાં ત્રીજા MLAએ છોડ્યો પાર્ટીનો સાથ

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજનીતિમાં કોંગ્રેસના ખરાબ દિવસો ચાલી રહ્યાં છે. 12 દિવસની અંદર પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. ખંડવા જિલ્લાની માધાંતા વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય નારાયણ પટેલે રાજીનામુ આપી દીધું છે. તેમનું રાજીનામુ પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ સ્વીકારી લીધું છે. 

fallbacks

આ પહેલા કોંગ્રેસ ધારાસભ્ય પદ્યુમન લોધી અને સાવિત્રી દેવી કાસડેકરે પણ રાજીનામુ આપીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. સાવિત્રી દેવીના રાજીનામા બાદ પરિવહન મંત્રી ગોવિંદ સિંહ રાજપૂતે કહ્યુ હતુ કે, હજુ અન્ય ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડશે. 

મહત્વનું છે કે મધ્ય પ્રદેશમાં 10 માર્ચે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામા આપીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો અને તત્કાલીન કમલનાથ સરકારને અલ્પમતમાં લાવીને પાડી દીધી હતી.

ત્યારબાદ 12 જુલાઈએ બડા મલહરાથી કોંગ્રેસ ધારાસભ્ય પદ્યુમ્ન સિંહ લોધી અને 17 જુલાઈએ નેપાનગરથી કોંગ્રેસ ધારાસભ્ય સુમિત્રા દેવી કસડેકરે પણ રાજીનામુ આપી દીધું હતું. 23 જુલાઈએ માંધાતાના ધારાસભ્ય પણ કોંગ્રેસથી અલગ થઈ ગયા છે. 

હવે સેનામાં મહિલા ઓફિસર પણ મેળવી શકશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે આપી મંજૂરી  

 

આ રીતે માર્ચથી અત્યાર સુધી પાર્ટીમાંથી રાજીનામા આપનાર ધારાસભ્યોની સંખ્યા 25 થઈ ગઈ છે. હવે આ રાજીનામા બાદ મધ્યપ્રદેશમાં 27 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થવાની છે. 

આ રાજીનામા બાદ કોંગ્રેસના હવે 89 ધારાસભ્યો છે, જ્યારે 230 સીટોવાળી વિધાનસભામાં ભાજપની સંખ્યા 107 છે. અન્ય અને અપક્ષ ધારાસભ્યો 7 છે જ્યારે 27 સીટો ખાલી છે. આ 27 સીટો પર પેટાચૂંટણી થશે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More