નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનાં વલણમાં ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક વલણથી એવું લાગી રહ્યું હતું કે, આ વખતે કોઇ પણ દળને સ્પષ્ટ બહુમતી નહી મળે. બપોરે બે વાગ્યા સુધી ચૂંટણીનાં વલણ અનુસાર પંચની વેબસાઇટના અનુસાર કોંગ્રેસ અને ભાજપ બંન્ને 110-110 સીટો પર આગળ વધી રહી હતી. જો કે હવે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પરંતુ હજી સુધી બંન્ને વચ્ચેની ભેદરેખા ખુબ જ પાતળી છે. તેવામાં નાના પક્ષો કિંગમેકરની ભુમિકામાં જોવા મળશે. એવું એટલા માટે પણ છે કે કારણ કે બસપા ચાર સીટો પર આગળ છે. બીજી તરફ માયાવતીએ પોતાનાં વલણમાં આગળ હોય તેવા ઉમેદવારોને દિલ્હી બોલાવ્યા છે.
સુત્રો અનુસાર મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા મુદ્દે સપા-બસપાની વાતચીત ચાલી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, મધ્યપ્રદેશનાં મુદ્દે સપા-બસપા એક સાથે નિર્ણય લેશે. મધ્યપ્રદેશમાં બસપા-4, સમાજવાદી પાર્ટી 1 અને ગોંડવાના ગણતંત્ર પાર્ટી (જીપીપી2) સીટો પર આગળ છે. મધ્યપ્રદેશમાં સપા અને ગોંડવાના પાર્ટીનું ગઠબંધન છે. જો કે સુત્રોનું તેમ પણ કહેવું છે કે સપા-બસપા અને જીજીપીએ ભાજપને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
મધ્યપ્રદેશમાં સપા અને ગોંડવાના પાર્ટીનું જો કે ચૂંટણી પહેલા ગઠબંધન થયું હતું પરંતુ ત્યાર બાદ આ ગઠબંધન તુટી ગયું હતું. જો કે ચૂંટણી બાદ આ દળોનાં કિંમમેકર બન્યા બાદ સામૂહિક રીતે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતીમાં નિર્ણય લેશે. જો કે સુત્રોનાં હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે, આ ત્રણેય દળોએ કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા કરી છે. તેમણે ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલ સાથે પણ ફોનમાં વાતચીત કરી છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સાંજ સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. આ સાથે જ એક મોટા સમાચાર એ પણ છે કે 16 ડિસેમ્બરે સિલિગુડીમાં વડાપ્રધાન મોદી પ્રસ્તાવિત રેલી ટળી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે