Home> India
Advertisement
Prev
Next

MP: ગ્વાલિયરમાં ઓટો બસની અડફેટે ચડી જતા 13 લોકોના મોત

મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આજે સવાર સવારમાં ભીષણ રોડ અકસ્માત સર્જયો. બસ અને ઓટોરિક્ષાની થયેલી આ ટક્કરમાં 12 મહિલાઓ અને એક ઓટો ચાલક સહિત 13 લોકોના મોત થયા. આ ખબરની પુષ્ટિ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કરી. 

MP: ગ્વાલિયરમાં ઓટો બસની અડફેટે ચડી જતા 13 લોકોના મોત

Gwalior Road Accident: મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આજે સવાર સવારમાં ભીષણ રોડ અકસ્માત સર્જયો. બસ અને ઓટોરિક્ષાની થયેલી આ ટક્કરમાં 12 મહિલાઓ અને એક ઓટો ચાલક સહિત 13 લોકોના મોત થયા. આ ખબરની પુષ્ટિ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કરી. 

fallbacks

ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે તમામ મહિલાઓ શાળાના બાળકો માટે ભોજન બનાવવા જઈ રહી હતી. મળતી માહિતી મુજબ ટક્કર એટલી ભીષણ હતી કે રિક્ષાના ફૂરચા ઉડી ગયા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય અપાશે. 

અકસ્માત જિલ્લાના મુરૈના રોડ પાસે થયો હોવાનું કહેવાય છે. બસ ગ્વાલિયરથી મુરૈના જઈ રહી હતી. એવું પણ કહેવાય છે કે મહિલાઓ 2 ઓટોમાં જઈ રહી હતી પરંતુ એક ઓટો બગડી જતા બધી મહિલાઓ એક જ ઓટોમાં સવાર થઈ. આથી મૃતકોનો આંકડો આટલો વધી ગયો. સ્થાનિક લોકો પાસેથી સૂચના મળતા જૂની છાવણી પોલીસ ચોકીના પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા. 

Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More