Home> India
Advertisement
Prev
Next

Madhya Pradesh: ઝેરી દારૂ સ્વરૂપે મોત વેચનારાઓ સાવધાન, થશે મોતની સજા, સરકારનો નિર્ણય

પ્રદેશ સરકાર ઝેરી દારૂ વેચનારા માટે આજીવન કેદ અને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવા જઈ રહી છે. 

Madhya Pradesh: ઝેરી દારૂ સ્વરૂપે મોત વેચનારાઓ સાવધાન, થશે મોતની સજા, સરકારનો નિર્ણય

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ વેચીને લોકોને મોત વેચનારા અપરાધીઓને પણ હવે મોતની સજા મળશે. પ્રદેશ સરકાર ઝેરી દારૂ વેચનારા માટે આજીવન કેદ અને મૃત્યુદંડની સજાની જોગવાઈ કરવા જઈ રહી છે. 

fallbacks

શિવરાજ કેબિનેટે લીધો નિર્ણય
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં કેબિનેટે આ મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ તરફથી પાસ થયેલા પ્રસ્તાવ મુજબ જો ગેરકાયદેસર દારૂથી કોઈના જીવ ગયા તો દોષિતને આજીવન કેદ કે મૃત્યુદંડની સજા થશે. હાલ રાજ્યમાં આ પ્રકારના અપરાધ માટે વધુમાં વધુ 10 વર્ષની સજા છે. 

દંડની રકમ પણ વધારાશે
મળતી માહિતી મુજબ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જલદી વિધાનસભામાં ઝેરી દારૂ (લઠ્ઠો) પર રોકથામ સંબંધિત બિલ રજુ કરવા જઈ રહ્યા છે. આ બિલમાં દંડની રકમ પણ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ અન્ય અનેક કડક જોગવાઈઓ પણ બિલમાં સામેલ કરાશે. આ બિલ પાસ થયા બાદ દારૂ તસ્કરો વિરુદ્ધ આ પ્રકારના કડક કાયદો બનાવનાર મધ્ય પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બનશે. 

પાડોશી રાજ્યો સાથે પણ થશે વાત
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ગેરકાયદેસર દારૂ મુદ્દે સોમવારે બેઠક બોલાવી હતી. જેમાં આ અંગે કડક કાયદો બનાવવા પર સહમતિ વ્યક્ત કરાઈ. ત્યારબાદ મંગળવારે કેબિનેટ બેઠક બોલાવીને આ પ્રસ્તાવ પાસ કરાયો. હવે શિવરાજ સરકાર બીજા રાજ્યોમાંથી મધ્ય પ્રદેશમાં આવતો આવો દારૂ રોકવા માટે પણ પાડોશી રાજ્યો સાથે વાત કરશે. 

Corona Third Wave ના સવાલ પર આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં હજુ બીજી લહેર પૂરી થઈ નથી

ઝેરી દારૂથી અનેક લોકોના મોત
અત્રે જણાવવાનું કે રાજ્યના મંદસૌર જિલ્લામાં હાલમાં જ ઝેરી દારૂ પીવાથી આઠ લોકોના મોત થયા હતા. ત્યારબાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સરકારને ઘેરી હતી. પ્રદેશના અન્ય ભાગોમાં પણ ઝેરી દારૂથી મોતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ શિવરાજ સિંહ સરકારે આ અંગે કડક કાયદો બનાવવાનો નિર્ણય લીધો. 

Pune: 16 કરોડનું ઈન્જેક્શન પણ કામ ન આવ્યું, આખરે માસૂમ વેદિકાએ દુનિયાને કરી અલવિદા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More