Side Effects of Maggi: ઉત્તર પ્રદેશના પીલીભીતથી અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારે બધાને હેરાન કરી દીધા છે. અહીં 10 વર્ષના બાળકનું મેગી ખાવાથી મોત થયું છે, તો બીજી તરફ પરિવારના અન્ય સભ્ય પણ હોસ્પિટલમાં દાખલ છે.
મેગી ખાવાથી તબિયત બગડી
આજકાલ બાળકોથી માંડીને લગભગ દરેક ઉંમરના બાળકોને મેગી ખાવી ગમે છે. આ જલદીથી તૈયાર થઇ જનાર આ એક ટેસ્ટી જંક ફૂડ છે. પરંતુ પીલીભીતમાં મેગી ખાવાથી એક જ પરિવારના 6 સભ્યો બિમાર થઇ ગયા છે. આ સાથે જ એક 10 વર્ષના બાળકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, આ તમામ લોકોએ મેગી ખાધી હતી, ત્યારબાદ બધાને ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા હતા. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ છે. જોકે સારવાર બાદ તમામ સ્વસ્થ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ ઘટના હજારા વિસ્તારના રાહુલ નગરમાં બની હતી.
#Shocking news #Pilibhit|
Death By Maggi|
"#मैगी" खाने वाले हो जाएं सावधान"मैगी-चावल खाने के बाद एक 10 साल बच्चे की मौत, 6 लोगों की हालत बिगड़ी !!#यूपी के #पीलीभीत जिले में फूड प्वाइजन का मामला सामने आया है। इससे पांच लोगों को हालत खराब हो गई और एक बच्चे की मौत हो गई। बताया… pic.twitter.com/ITAoyUiXgv
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 11, 2024
મેગી ખાધા પછી પરિવારના તમામ સભ્યોની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિતલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવારમાં સુધારો ન થતાં CHC પૂરનપુરમાં લઇ જવામાં આવ્યા. સારવાર બાદ તમામ સાજ થઇ ગયા છે. પરંતુ 10 વર્ષના બાળકના મોતથી લોકોમાં હડકંપ મચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે