નવી દિલ્હી: આ એવોર્ડ એશિયાની વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતપોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે આપવામાં આવે છે. જણાવી દઇએ કે, આ એવોર્ડ ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમોન મેગ્સેસની યાદમાં આપવામાં આવે છે. એશિયાના નોબેલ કહેવાતા રેમોન મેગ્સેસે એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્ષ 2019માં મેગ્સેસે એવોર્ડ પ્રાપ્ત કરનાર 5 લોકોમાં ભારતીય પત્રકાર રવીશ કુમારનું પણ નામ સામેલ છે. રવીશ કુમારને હિન્દી ટેલિવિઝન પત્રકારત્વમાં તેમના યોગદાન માટે આ એવોર્ડ મળ્યો છે.
આ પણ વાંચો:- માઇક પોમ્પિયોથી મળ્યા વિદેશ મંત્રી, કહ્યું કશ્મીર ભારત-PAK વચ્ચેનો મુદ્દો
જણાવી દઇએ કે, મેગ્સેસે એવોર્ડ માટે વિભાજિત શ્રેણિયોમાં જર્નાલિઝમ, સાહિત્ય અને ક્રિએટિવ કમ્યુનિકેશન આર્ટ્સને એક જ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્તકર્તાઓમાં રવીશ કુમાર 11માં ભારતીય છે.
These are the five recipients of Asia’s premier prize and highest honor, the 2019 Ramon Magsaysay Awardees. #RamonMagsaysayAward pic.twitter.com/HrLG1qVt6L
— Ramon Magsaysay Award (@MagsaysayAward) August 2, 2019
આ એવોર્ડ એશિયાની વ્યક્તિઓ અને સંસ્થાઓને પોતપોતાના ક્ષેત્રમાં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે આપવામાં આવે છે. જણાવી દઇએ કે, આ એવોર્ડ ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમોન મેગ્સેસની યાદમાં આપવામાં આવે છે. રવીશ કુમાર ઉપરાંત મ્યાનમારના કો સી વિન, થાઇલેન્ડની અંગહાના નીલપાઇજિત, ફિલિપાઇન્સના રમેન્ડ અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ કીને પણ મેગ્સેસે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 12 વર્ષ પછી કોઇ ભારતીય પત્રકારને આ એવોર્ડ મળ્યો છે. રવીશ કુમારથી પહેલા 2007માં પી સાઇનાથને પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો.
આ પણ વાંચો:- કાશ્મીર પર વિવાદિત નિવેદન બાદ ટ્રમ્પે કેમ કહ્યું- PM મોદી ખુબજ શાનદાર વ્યક્તિ છે?
જર્નાલિઝમ, સાહિત્ય અને ક્રિએટિવ કમ્યુનિકેશન આર્ટ્સની કેટેગરીમાં મેગસેસે એવોર્ડ મેળવનાર ભારતીય
1. 2019- રવીશ કુમાર
2. 2007- પાલગુમ્મી સાઇનાથ
3. 1997- મહેશ્વેતા દેવી
4. 1992- રવિ શંકર
5. 1991- કે વી સુબબના
6. 1984- રાશીપુરમ લક્ષ્મણ
7. 1982- અરૂણ શૌરી
8. 1981- ગોર કિશોર ઘોષ
9. 1975- બૂબલી જોર્જ વર્ગીસ
10. 1967- સત્યજિત રાય
11. 1961- અમિતાભ ચૌધરી
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે