Home> India
Advertisement
Prev
Next

પ્રયાગરાજમાં 300 કિલોમીટર લાંબો જામ? હજારો ભક્તો કલાકો સુધી ફસાયા, VIDEOમાં જુઓ ખરાબ હાલત

MahaKumbh in Prayagraj: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામનો સિલસિલો 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી.

પ્રયાગરાજમાં 300 કિલોમીટર લાંબો જામ? હજારો ભક્તો કલાકો સુધી ફસાયા, VIDEOમાં જુઓ ખરાબ હાલત

MahaKumbh Prayagraj Traffic Jam: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામનો સિલસિલો 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી. વસંત પંચમીના અમૃત સ્નાન પછી એવી ધારણા હતી કે, ભક્તોની ભીડ ઓછી થશે, પરંતુ તેનાથી વિપરીત થઈ રહ્યું છે અને લાખો લોકો હજુ પણ પ્રયાગરાજ જવા રવાના થઈ રહ્યા છે.

fallbacks

મધ્યપ્રદેશમાં વાહનવ્યવહાર થંભી ગયો
ભારે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં પોલીસે પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. રીવા ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IG) સાકેત પ્રકાશ પાંડેના જણાવ્યા અનુસાર "સોમવારે પ્રયાગરાજ તરફ જવું શક્ય નથી, કારણ કે ટ્રાફિક જામ 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે." તેમણે એમ પણ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે અને હવે પ્રયાગરાજ પ્રશાસન સાથે સંકલન કરીને જ વાહનો ચલાવવામાં આવી રહ્યા છે.

48 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયા મુસાફરો 
રિપોર્ટ્સ અનુસાર ઘણા મુસાફરો 48 કલાકથી વધુ સમયથી જામમાં ફસાયેલા છે. એક મુસાફરે કહ્યું કે, "અમને માત્ર 50 કિલોમીટરનું અંતર કાપવામાં 10-12 કલાકનો સમય લાગી રહ્યો છે." જ્યારે વારાણસી, લખનૌ અને કાનપુરથી પ્રયાગરાજ જતા રસ્તાઓ પર 25 કિલોમીટર લાંબો જામ જોવા મળ્યો છે. શહેરની અંદર પણ સાત કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો.

રેલવે સ્ટેશન પર પણ સ્થિતિ ગંભીર
પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશનને પણ મુસાફરોને અસુવિધા ન થાય તે માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રેલવે અધિકારી કુલદીપ તિવારીએ જણાવ્યું કે, "ભક્તોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી, તેથી સ્ટેશનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો." હાલ પ્રયાગરાજ જંકશન સ્ટેશન પર ટ્રાફિક એક દિશામાં ચાલી રહ્યો છે. ટ્રાફિકના એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કુલદીપ સિંહે જણાવ્યું કે, "વાહનોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને મુસાફરો મહાકુંભ વિસ્તારની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે ત્યાં લાંબો ટ્રાફિક જામ છે."

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુપી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ટ્રાફિક જામના કારણે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. અધિકારીઓનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 46 લાખથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે, જ્યારે રિપોર્ટ્સ અનુસાર મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 44 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More