Home> India
Advertisement
Prev
Next

Maha Kumbh 2025: ભાગદોડની દુ:ખદ ઘટના બાદ હવે કેવી છે સ્થિતિ અને તાબડતોબ શું લેવાયા નિર્ણયો? જાણો લેટેસ્ટ અપડેટ

યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાસના દિવસે દુખદ ઘટના ઘટી અને મચેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના જીવ ગયા. ત્યારબાદ હવે ત્યાં સ્થિતિ કેવી છે અને તાબડતોબ કયા કયા નિર્ણયો લેવાયા એ ખાસ જાણો. 

Maha Kumbh 2025: ભાગદોડની દુ:ખદ ઘટના બાદ હવે કેવી છે સ્થિતિ અને તાબડતોબ શું લેવાયા નિર્ણયો? જાણો લેટેસ્ટ અપડેટ

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ 2025માં બુધવારે મૌની અમાસ વખતના અમૃત સ્નાન દરમિયાન મચેલી ભાગદોડમાં 30 લોકોના દર્દનાક મોતની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ ઘટના અંગે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ ઊંડો શોક વ્યક્ત કર્યું અને ભાવુક થઈ ગયા. યોગી સરકારે મહાકુંભ ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓના પરિજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસના પણ આદેશ આપ્યા છે. ભાગદોડ બાદ હવે કુંભમાં હાલાત સામાન્ય થઈ ગયા છે. પ્રશાસને વ્યવસ્થા સંભાળી લીધી છે. કોઈને પણ સ્નાન કરવામાં કોઈ મુશ્કેલી આવી રહી નથી. ઘટના બાદ અત્યાર સુધી શું શું થયું તેના પર નજર ફેરવી લો અને હવે કેવા હાલાત છે. 

fallbacks

ભાગદોડ બાદ શું બદલાયું

- નો વ્હીકલ ઝોન બનાવવામાં આવ્યો. આ ઘટના બાદ તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર  રોક લગાવવામાં આવી છે 

- VVIP રદ કરાયા. મહાકુંભ ક્ષેત્રમાં કોઈ પણ સ્પેશિયલ વાહનની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે. 

- વન વે રૂટ્સ શરૂ કરાયા. ભીડને કાબૂમાં કરવા માટે વન વે રૂટ્સ આજથી શરૂ કરાયા છે. જેના માધ્યમથી શ્રદ્ધાળુઓની સુચારું અવરજવર સુનિશ્ચિત કરી શકાશે. વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. પ્રયાગરાજ નજીકના જિલ્લાઓથી આવતા વાહનોને જિલ્લાની સરહદો ઉપર જ રોકવામાં આવે છે. 

- 4 ફેબ્રુઆરી સુધી કડક પ્રતિબંધો લાગૂ કરાયા છે. આ તારીખ સુધી શહેરમાં ચાર પૈડાના વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

ભાવુક થયા સીએમ યોગી
મહાકુંભમાં મચેલી ભાગદોડ બાદ સીએમ યોગી બુધવારે ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે અમે લોકો રાતથી જ મેળા પ્રશાસન સાથે સંપર્કમાં છીએ. ઓથોરિટી, પોલીસ પ્રશાસન,  NDRF, SDRF અને અન્ય જેટલી પણ વ્યવસ્થા થઈ શકતી હતી તે બધાને મેળા વિસ્તારમાં તૈનાત કરાયા છે. સીએમ યોગીએ કહ્યું કે સરકારે નિર્ણય લીધો છે કે આ ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. આ માટે અમે જસ્ટિસ હર્ષ કુમાર, પૂર્વ ડીજી વીકે ગુપ્તા અને રિટાયર્ડ આઈએએસ ડીકે સિંહની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ન્યાયનિક આયોગની રચના પણ કરી છે. 

30 લોકોના મોત
મહાકુંભમાં મચેલી ભાગદોડ બાદ પ્રશાસને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મૃતકો અને ઘાયલોના આંકડા જાહેર કર્યા. પ્રશાસનના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં 30 લોકોના જીવ ગયા છે. કુલ 90 લોકો ઘાયલ થયા હતા. 60 લોકો હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ગઈ છે. DIG મહાકુંભ નગર મેળા ક્ષેત્ર વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે આખરે સંગમ તટ પર  ભાગદોડ કેવી રીતે મચી હતી. તેમણે કહ્યું કે મંગળવારે રાતે 1થી 2 વાગ્યાની વચ્ચે ખુબ ભીડ ભેગી થઈ ગઈ હતી. કેટલાક શ્રદ્ધાળુઓ મૌની અમાસ પર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે સંગટ તટ પર જ સૂઈ ગયા હતા. મેળામાં બેરિકેડ્સ લાગ્યા છે. ઘાટ પર કેટલાક બેરિકેટ્સ તૂટી ગયા જેના કારણે જમીન પર સૂઈ રહેલા શ્રદ્ધાળુઓ કચડાવવાથી જે ઘાયલ થયા તેમાંથી કેટલાકના મોત થયા.

હેલ્પલાઈન નંબર જારી
મહાકુંભમાં મચેલી ભાગદોડ બાદ યુપી પ્રશાસને 1920 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને લોકો પોતાના સ્વજનોની જાણકારી મેળવી શકે છે. મૌની અમાસના દિવસે મહાકુંભમાં 6 કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કર્યું. આ સાથે જ 10 લાખથી વધુ કલ્પવાસી સંગટ તટ પર રોકાયા છે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More