Home> India
Advertisement
Prev
Next

CAAના સમર્થનમાં દેશભરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં, નાગપુરમાં થઈ વિશાળ રેલી 

રવિવારે નાગપુરમાં લોક અધિકાર મંચ, ભાજપ, આરએસએસ અને અન્ય પક્ષોએ નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી કાઢી, રેલીમાં હજારો લોકો ઉમટ્યા. લોકો તિરંગો અને CAAના સમર્થનમાં પોસ્ટર અને બેનરો લઈને રસ્તા પર ઉતરી આવ્યાં. આ બાજુ દિલ્હી, મુંબઈ, ઉદયપુર, હરિદ્વાર, બેંગ્લુરુ, અને ચેન્નાઈમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આ કાયદાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. 

CAAના સમર્થનમાં દેશભરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં, નાગપુરમાં થઈ વિશાળ રેલી 

નવી દિલ્હી: દેશભરમાં થઈ રહેલા  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધ પ્રદર્શન વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) ના નાગપુર (Nagpur) માં અલગ જ નજારો જોવા મળ્યો. આસામ બાદ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતથી સતત આવી રહેલા હિંસાના અહેવાલો વચ્ચે નાગપુરમાં નાગરિકતા કાયદાના સમર્થન (Support) માં વિશાળ રેલી યોજાઈ. 

fallbacks

રવિવારે નાગપુરમાં લોક અધિકાર મંચ, ભાજપ, આરએસએસ અને અન્ય પક્ષોએ નાગરિકતા કાયદાના સમર્થનમાં રેલી કાઢી, રેલીમાં હજારો લોકો ઉમટ્યા. લોકો તિરંગો અને CAAના સમર્થનમાં પોસ્ટર અને બેનરો લઈને રસ્તા પર ઉતરી આવ્યાં. આ બાજુ દિલ્હી, મુંબઈ, ઉદયપુર, હરિદ્વાર, બેંગ્લુરુ, અને ચેન્નાઈમાં પણ અલગ અલગ જગ્યાઓ પર આ કાયદાના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. 

દિલ્હી (Delhi) ના રામલીલા મેદાનમાં આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પણ થવા જઈ રહી છે. આવામાં લોકોની નજર રેલી પર છે કે પીએમ મોદી આ વિરોધ પ્રદર્શનો વિશે શું કહે છે. રેલીને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન Arif Mohammad Khan  પણ આ કાયદાના સમર્થનમાં આવ્યાં છે. 

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) , પંડિત જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) અને કોંગ્રેસે પાકિસ્તાનમાં દયનીય જીવન જીવી રહેલા લોકોને જે વચન આપ્યું હતું તે વચન નિભાવ્યું છે. રાજ્યપાલે કહ્યું કે કાયદાનો પાયો તો 1985 અને 2003માં રખાયો હતો. મોદી સરકારે તો તેને ફક્ત કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. 

જુઓ LIVE TV

નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) માં મુસલમાન શરણાર્થીઓનો સમાવેશ ન કરવાના સવાલ પર રાજ્યપાલે કહ્યું કે પાકિસ્તાન (Pakistan) ને એક મુસ્લિમ રાષ્ટ્ર તરીકે બનાવવામાં આવ્યું હતું તો આવામાં શું તેઓ મુસ્લિમોને સતાવશે? અમે માનીએ છીએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી મુસલમાનો આવ્યાં હતાં પરંતુ તેમને સતાવ્યાં હતા એટલે નહીં પરંતુ તેઓ રોજગારીની શોધમાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More