Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં જીવલેણ બર્થ-ડે સેલિબ્રેશનનો Live Video; મિત્રોએ માથા પર લોટ નાંખતા જ સર્જાઈ મોટી દુર્ધટના પછી....

મહારાષ્ટ્રના અંબરનાથમાં જન્મદિવસની ઉજવણી કરવી એક બર્થ-ડે બોયને મોંઘી પડી ગઈ હતી. તે એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. બર્થડે સેલિબ્રેશન દરમિયાન તેના મિત્રોએ ઉત્સાહમાં આવી જઈને કંઈક એવું કર્યું કે તે જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાઝી ગયો.

મહારાષ્ટ્રમાં જીવલેણ બર્થ-ડે સેલિબ્રેશનનો Live Video; મિત્રોએ માથા પર લોટ નાંખતા જ સર્જાઈ મોટી દુર્ધટના પછી....

Maharashtra Ambernath Viral Video; ક્યારેક ક્યારેક ઉત્સાહમાં કરેલી ભૂલ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે તેનું ઉદાહરણ આ કિસ્સામાં જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના અંબરનાથમાં જન્મદિવસની ઉજવણી કરવી એક બર્થ-ડે બોયને મોંઘી પડી ગઈ હતી. તે એક ભયાનક દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. બર્થડે સેલિબ્રેશન દરમિયાન તેના મિત્રોએ ઉત્સાહમાં આવી જઈને કંઈક એવું કર્યું કે તે જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયો અને ગંભીર રીતે દાઝી ગયો. આ ઘટનામાં શિકાર બનેલા બર્થડે બોયનું નામ રાહુલ છે. આ ઘટના અંબરનાથના બુવાપરા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાહુલના જન્મદિવસની મિત્રો દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. તેના મિત્રો પણ તેના જન્મદિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. રાહુલ પોતે પણ સારી રીતે તૈયાર થયો હતો. તેણે બર્થ-ડે કેપ પહેરી હતી, જે તેને રાજા જેવો લુક આપી રહી હતી. સુશોભિત સ્પાર્કલર્સ સાથેની કેક મંગાવવામાં આવી હતી. બીજી તરફ તેના મિત્રોએ પોતાના હાથમાં ઈંડા અને લોટ છુપાવીને રાખ્યો હતો જેથી રાહુલ તેની કેક કાપતાની સાથે જ તેના પર ઈંડા અને લોટ નાંખવામાં આવે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે બર્થ-ડે બોય રાહુલની પાસે ઉભેલા છોકરાએ કેકમાં લાગેલી સ્પાર્કલર માચિસ દ્વારા સળગાવી હતી. ત્યારબાદ સ્પાર્કલર ઝડપથી સળગવાનું શરૂ થાય છે. એ જ છોકરો રાહુલના હાથમાં રહેલી એક સ્પાર્કલર પણ સળગાવે છે. તે સમય દરમિયાન રાહુલના મિત્રોએ હંગામો મચાવ્યો. એવામાં રાહુલની પાછળ ઉભેલા એક મિત્રએ તેના માથા પર ઈંડું ફોડ્યું હતું. તો ત્યાં જ તેની સામે ઉભેલો અન્ય એક યુવાન પણ ઈંડું મારીને તેની તરફ ફેંકે છે.

જ્યારે રાહુલ તેના માથા પર પડેલા ઈંડાને સાફ કરવા માટે માથું નમાવી દે છે, ત્યારે એક છોકરો તેના પર થેલીમાં ભરેલો લોટ નાંખે છે. અને પછી એવું બન્યું કે જેણા વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. કેકમાં સળગતા સ્પાર્કલર પર લોટ પડતાની સાથે જ આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી અને રાહુલ આગની લપેટમાં આવી ગયો હતો. આ જોઈને સ્થળ પર હાજર રાહુલના મિત્રોના હોશ ઉડી ગયા હતા. આખું વાતાવરણ એક મિનિટ પહેલા બૂમાબૂમ હતું, ત્યાં આ ઘટના બાદ સન્નાટો પ્રસરી ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More