Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર કોકડું: સરકાર રચનાના ગતિરોધ વચ્ચે પીએમ મોદીને મળ્યા અમિત શાહ

સૂત્રોએ Zee Mediaને જણાવ્યું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મુદ્દે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ભાજપના નેતા ભુપિંદર યાદવ સાથે પણ શિવસેના સાથેના ગઠબંધન અંગે ચર્ચા કરી હતી."

મહારાષ્ટ્ર કોકડું: સરકાર રચનાના ગતિરોધ વચ્ચે પીએમ મોદીને મળ્યા અમિત શાહ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર રચનાનું કોકડું હજુ પણ ગુંચવાયેલું જ છે. શિવસેના પોતાની માગણીઓ મનાવવા બાબતે અડગ છે તો ભાજપ પોતાની શરતો પર રાજ્યમાં સરકાર બનાવવા જીદ પકડીને બેઠું છે. જેના કારણે રાજ્યમાં ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચના અંગે ખેંચતાણ ચાલી રહી છે. આ તમામ ગતિરોધ વચ્ચે બુધવારે દેશના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને મહારાષ્ટ્રના મુદ્દે તેમની સાથે ચર્ચા કરી હતી. 

fallbacks

સૂત્રોએ Zee Mediaને જણાવ્યું કે, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મુદ્દે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે ભાજપના નેતા ભુપિંદર યાદવ સાથે પણ શિવસેના સાથેના ગઠબંધન અંગે ચર્ચા કરી હતી."

શિવસેના મુખ્યમંત્રી પદની માગણી સાથે રાજ્યમાં 50-50 ફોર્મ્યુલા અપનાવવાની માગ સાથે અડગ છે. જેના કારણે રાજ્યમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન આગળ નથી વધી રહ્યું. ભાજપના નેતાઓ શિવસેનાની માગણી પ્રત્યે નમતું ઝોખવા તૈયાર નથી અને તેઓ દેવેન્દ્ર ફડણવીસને જ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે. 

શિવસેના સાથે સરકાર બનાવવાનો સવાલ જ નથી, અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છેઃ શરદ પવાર

fallbacks

આંતરિક સૂત્રોએ જણાવ્યું કે, શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાને બદલે ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું મન બનાવી લીધું છે. ભાજપ શિવસેનાના ટેકા વગર એકલા હાથે સરકાર રચવાનો દાવો નહીં કરે. ભાજપ શિવસેના સાથે ગઠબંધન થયા પછી જ રાજ્યના રાજ્યપાલ ભગત સિંઘ કોશિયારી સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે. 

આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે બુધવારે ભાજપને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમિત શાહની રાજકીય ચાલ અત્યારે કેમ જોવા નથી મળી રહી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More