Home> India
Advertisement
Prev
Next

શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટ

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે છે પરંતુ એક નિવેદન હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને હવે સવાલ ઉઠવા  લાગ્યો છે કે શું ઉદ્ધવ ઠાકરે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરશે

શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે છે પરંતુ એક નિવેદન હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને હવે સવાલ ઉઠવા  લાગ્યો છે કે શું ઉદ્ધવ ઠાકરે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરશે. વાત જાણે એમ છે કે વંચિત બહુજન આઘાડી (VBA) ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (Shiv Sena UBT) સ્પષ્ટ રીતે ભાજપ સાથે જોડાયેલી હોય એવું લાગે છે. 

fallbacks

દાવા પાછળ શું છે તર્ક?
મહારાષ્ટ્રના વાશીમાં પત્રકારો સાથે વાતચીત કરરતા વંચિત બહુજન આઘાડી(VBA)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના સ્પષ્ટ રીતે ભાજપ સાથે જોડાયેલી લાગે છે. તેમણે તે શરતોનો ખુલાસો કરવો જોઈએ જેના પર તેઓ પોતાનું સમર્થન આપી રહ્યા છે. જ્યારે સંસદમાં વક્ફ સંશોધન બિલ રજૂ કરાયું ત્યારે પણ ઉદ્ધવ ઠાકરેના સહયોગી તેનો વિરોધ કરવા માટે સંસદમાં હાજર નહતા. 

ઉદ્ધવ ઠાકરેના બેગ ચેક પર રાજકીય બબાલ
બીજી બાજુ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે દાવો કર્યો હતો કે 20 નવેમ્બરના રોજ થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા જ્યારે તેઓ યવતમાલ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી. પૂર્વ મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે શું ચૂંટણી અધિકારી પીએમ મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓના સામાનની પણ તપાસ કરશે? ઠાકરેએ યવતમાલના વાનીમાં શિવેસના (યુબીટી) ઉમેદવાર સંજય ડેરકરના સમર્થનમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરતા આ કથિત ઘટનાની જાણકારી આપી. 

તેમણે કહ્યું કે જ્યારે તેઓ હેલિકોપ્ટરથી વાની પહોંચ્યા તો અનેક સરકારી અધિકારીઓએ તેમની બેગની તપાસ કરી. તેમણે પાર્ટી કાર્યકરો અને મતદારોને કહ્યું કે તેો એ અધિકારીઓના  ખિસ્સા અને ઓળખપત્રોની પણ તપાસ કરે જે તેમની તપાસ કરે છે. ઠાકરેએ કહ્યું કે તેઓ ચૂંટણી અધિકારીઓથી નારાજ નથી જો કે તેમણે કહ્યું કે, તમે તમારી જવાબદારી નિભાવી રહ્યા છો અને હું મારી જવાબદારી નિભાવીશ. જે પ્રકારે તમે મારી બેગની તપાસ કરી, શું એ જ રીતે મોદી અને શાહની બેગ ચેક કરશો?

20 નવેમ્બરે મતદાન
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ 288 સીટો પર એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન  થશે. ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી થશે. આ વખતે ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે ટક્કર છે. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી ઉપરાંત એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે. જ્યારે મહાવિકાસ આઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના ઉપરાંત શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More