Home> India
Advertisement
Prev
Next

CM ઉદ્ધવ કાલે કરશે મંત્રીમંડળનો વિસ્તાર, કોંગ્રેસના 12 મંત્રી લેશે શપથ

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર  પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરવાના છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો પ્રદેશના મંત્રી પદના શપથ લેશે. મંત્રીઓના નામ પર રવિવારે નિર્ણય થઈ ગયો છે. આ મંત્રીઓમાંથી 10 મંત્રી કેબિનેટ રેન્કના હશે. 
 

CM ઉદ્ધવ કાલે કરશે મંત્રીમંડળનો વિસ્તાર, કોંગ્રેસના 12 મંત્રી લેશે શપથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર  પોતાના મંત્રીમંડળનો વિસ્તાર (maharashtra cabinet expansion)કરવાના છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસના 12 ધારાસભ્યો પ્રદેશના મંત્રી પદના શપથ લેશે. મંત્રીઓના નામ પર રવિવારે નિર્ણય થઈ ગયો છે. આ મંત્રીઓમાંથી 10 મંત્રી કેબિનેટ રેન્કના હશે. મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે આ જાણકારી આપી છે. 

fallbacks

આ પહેલા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ કોંગ્રેસ અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની સાથે મળીને પ્રદેશમાં સરકાર બનાવી હતી. ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે જયંત પાટિલ, છગન ભુજબલ, એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉતે મંત્રી પદના શપથ લીધા હતા. 

શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપની સાથે મળીને લડી હતી. શિવસેના-ભાજપ ગઠબંધનને બહુમતી મળી હતી, પરંતુ મુખ્યપ્રધાન પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ટકરાવ ઉભો થયો હતો. ત્યારબાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એનસીપી નેતા અજીત પવારની સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. ફડણવીસે સીએમ અને અજીત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા હતા. 

ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો અને તાત્કાલિક ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ બહુમતનો આંકડો ભેગો ન કરી શકવાને કારણે ફડણવીસે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More