Home> India
Advertisement
Prev
Next

‘ચોકીદાર ચોર છે’ કહેવા પર મુશ્કેલીમાં મુકાયા રાહુલ ગાંધી, મુંબઇમાં ચોકીદાર સંઘ થયો નારાજ

મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા રક્ષક યૂનિયને અહીંયા બાંદ્રા-કૂર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી સુરક્ષા ગાર્ડોનું ‘અપમાન’ થયું છે.

‘ચોકીદાર ચોર છે’ કહેવા પર મુશ્કેલીમાં મુકાયા રાહુલ ગાંધી, મુંબઇમાં ચોકીદાર સંઘ થયો નારાજ

મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે રાહુલ ગાંધી હમેશાં ‘ચોકીદાર ચોર છે’ કટાક્ષનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમના આ કટાક્ષ સુરક્ષા ગાર્ડ સંઘ રોષે ભરાયો છે અને તેમણે મુંબઇ પોલીસથી કોંગ્રેસ અધ્યક્ષની સામે કેસ દાખલ કરવા કહ્યું છે. પોલીસે આ જાણકારી આપી છે.

fallbacks

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી લડવા તૈયાર આદિત્ય ઠાકરે, મુંબઇની આ બેઠક પરથી નોંધાવશે દાવેદારી

પોલીસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા રક્ષક યૂનિયને અહીંયા બાંદ્રા-કૂર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી સુરક્ષા ગાર્ડોનું ‘અપમાન’ થયું છે.

પોલીસે જમાવ્યું કે સંઘનો દાવો છે કે અહીંયા આ મહિને એમએમઆરડીએ મેદાનમાં આયોજિત તેમની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર કટાક્ષ કરતા તેમના ભાષણમાં ‘ચોકીદાર ચોર છે’નો ઉપયોગ કર્યો હતો. યૂનિયનના અધ્યક્ષ સંદીપ ધૂગેએ કહ્યું કે, પોલીસે રાહુલની સામે ગુનાહિત ફરિયાદ નોંધવી જોઇએ જેથી ‘સુરક્ષા ગાર્ડને અપમાનિત કરતા આ રીતના નારા પર રોક લાગે.’

વધુમાં વાંચો: ચૂંટણીમાં નાણાના દૂરપયોગ પર નજર રાખવા કમિટિની રચના, રાકેશ અસ્થાના પણ સામેલ

રાહુલ ગાંધી રાફેલ લડાકૂ વિમાન સોદામાં અનિયમિતતા અને પક્ષપાતના આરોપ લગાવી હમેશાં મોદીને નિશાન બનાવતા દરમિયાન ‘ચોકીદાર ચોર છે’ બોલે છે. જો કે, ભાજપ નેતૃત્વવાળી સરકારે આ આરોપને નકાર્યો છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More