Home> India
Advertisement
Prev
Next

સત્તા માટે હિન્દુત્વ સાથે સમજુતિ કરી, અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહારો


શાહે કહ્યુ- મુખ્યમંત્રી ઠાકરેનું સ્વાસ્થ્ય સારૂ નથી. ભગવાન તેમને સારૂ સ્વાસ્થ્ય આપે, પરંતુ જ્યારે તેમનું સ્વાસ્થ્ય સારૂ હતુ, ત્યારે પણ જનતા પૂછતી હતી કે સરકાર ક્યાં છે? 

સત્તા માટે હિન્દુત્વ સાથે સમજુતિ કરી, અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહારો

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પર નિશાન સાધ્યુ છે. શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને જૂના સહયોગી ઉદ્ધવ ઠાકરે પર પણ હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે હિન્દુત્વ સાથે સમજુતી કરી છે. શાહે એમવીએ સરકારને પંચર વાળી થ્રી વ્હીલર ગાડી ગણાવી હતી. 

fallbacks

શાહે કહ્યુ- મુખ્યમંત્રી ઠાકરેનું સ્વાસ્થ્ય સારૂ નથી. ભગવાન તેમને સારૂ સ્વાસ્થ્ય આપે, પરંતુ જ્યારે તેમનું સ્વાસ્થ્ય સારૂ હતુ, ત્યારે પણ જનતા પૂછતી હતી કે સરકાર ક્યાં છે? 2019માં મેં સ્પષ્ટ કહ્યુ હતુ કે મુખ્યમંત્રી ભાજપના હશે, પરંતુ સત્તા માટે તેમણે હિન્દુત્વ સાથે સમજુતી કરી. ભાજપના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે, મહાવિકાસ અઘાડી સરકાર તે ત્રણ પૈંડાવાળી ઓટોની જેમ છે, જેના ત્રણ પૈંડા એક દિશામાં જઈ રહ્યા છે અને બધામાં પંચર છે. તે ચાલી રહી નથી, માત્ર પ્રદૂષણ ફેલાવી રહી છે. 

આ પણ વાંચોઃ Fact Check: વાંદરા અને કુતરાઓ વચ્ચે 'ગેંગવોર'? સામે આવ્યું સત્ય, તમે પણ જાણો  

કોંગ્રેસે કર્યુ આંબેડકરનું અપમાનઃ શાહ
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની આધારશિલા રાખવા માટે પુણે કોર્પોરેશન મુખ્યાલય પહોંચેલા શાહે બીઆર આંબેડકરની એક પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે બંધારણના નિર્માતા બી આર આંબેડકપને તેમના જીવનકાળ દરમિયાન અને તેમના મૃત્યુ બાદ હંમેશા અપમાનિત કર્યા છે. તેમણે કહ્યું- બંધારણ બધાને સમાન અધિકાર આપે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આંબેડકરના જીવિત રહેવા અને તેમના મૃત્યુ બાદ પણ તેમને અપમાનિત કરવાની એક તક છોડી નથી. કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા શાહે આરોપ લગાવ્યો કે પહેલા બંધારણ દિવસ તે ડરથી મનાવવામાં આવતો નહોતો કે આંબેડકરનો વારસો વધુ લોકો સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તો બંધારણ દિવસનો ઉત્સવ શરૂ થયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More