Home> India
Advertisement
Prev
Next

CM ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, નિયમોનું પાલન નહીં કરો તો ફરીથી લાગુ થઈ શકે છે Lockdown

મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ અને લોકડાઉન અંગે કહ્યું છે કે રાજ્ય સરકાર સ્થિતિની સમીક્ષા કરી રહી છે. જો એવું લાગશે કે છૂટ આપવી એ ઘાતક નીવડી શકે છે તો આવી સ્થિતિમાં અમારે ફરીથી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે. 

CM ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, નિયમોનું પાલન નહીં કરો તો ફરીથી લાગુ થઈ શકે છે Lockdown

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ અને લોકડાઉન અંગે કહ્યું છે કે રાજ્ય સરકાર સ્થિતિની સમીક્ષા કરી રહી છે. જો એવું લાગશે કે છૂટ આપવી એ ઘાતક નીવડી શકે છે તો આવી સ્થિતિમાં અમારે ફરીથી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે. 

fallbacks

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો ફરીથી લોકડાઉન લાગુ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. આવામાં જો ભીડ ભેગી થતી રહી તો લોકડાઉન હજુ પણ આગળ લંબાવાઈ શકે છે. ઢીલ આપવામાં આવી છે તો તેને બરબાદ ન કરો. 

Corona Latest Update: દેશમાં કોરોનાના નવા 9996 કેસ સાથે આંકડો 2.86 લાખને પાર, 24 કલાકમાં 357 લોકોના મૃત્યુ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા સહકાર્ય કરનારી છે. જનતા સરકારની વાતો પર અમલ કરી રહી છે. કારણ કે તેમને ખબર છે કે સરકારે જે કરે છે તે તેમા તેમનું હિત છે. 

મુંબઈ તો વુહાનથી પણ આગળ નીકળી ગયું, સંક્રમિતોના આંકડાએ તોડ્યો રેકોર્ડ

એકલા મહારાષ્ટ્રમાં ચીન કરતા વધુ કેસ
ભારતમાં એકલા મહારાષ્ટ્રમાં જ ચીન કરતા વધુ કેસ છે ચીનમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 83 હજાર અને મૃત્યુનો આંકડો 4634 છે જ્યારે મહારાષ્ટ્રમાં લેટેસ્ટ આંકડા મુજબ કોરોનાના કુલ 94041 કેસ નોંધાયા છે જેમાંથી 46086 એક્ટિવ કેસ છે જ્યારે 44517 લોકો સાજા થયા છે. 3438 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

જુઓ LIVE TV

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વ્યવસાય અને અન્ય ગતિવિધિઓની બહાલી માટે લોકડાઉનના પ્રતિબંધોમાં આંશિક છૂટ અપાઈ છે. પરંતુ કોવિડ 19નું જોખમ ટળ્યું નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે ભીડભાડથી બચે અને સામાજિક અંતર જાળવી રાખવાના નિયમોનું પાલન કરે. તેમણે કહ્યું કે જો દિશાનિર્દેશોના નિયમોનું પાલન ન થયું તો લોકડાઉન 30મી જૂન બાદ લંબાવવામાં આવી શકે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More