મુંબઈઃ Lockdown In Amravati: મહારાષ્ટ્રમાં અચલપુર શહેરને છોડીને અમરાવતી જિલ્લામાં રવિવારે એક સપ્તાહનું સંપૂર્ણ લૉકડાઉન (Lockdown) લગાવી દેવામાં આવ્યું છે. સંરક્ષક મંત્રી યશોમતી ઠાકુર પ્રમાણે આ દરમિયાન જરૂરી સેવાઓને મંજૂરી રહેશે. દેશના અન્ય ભાગમાં કોરોના સંક્રમણમાં કમી આવી છે તો મહારાષ્ટ્રમાં કેસ વધી રહ્યાં છે. આ પહેલા ગુરૂવારે રાજ્યમાં કોરોના સંક્રમણના 5427 નવા કેસ સામે આવ્યા હતા. તેને જોતા વિશેષરૂપથી પ્રભાવિત અમરાવતી જિલ્લામાં લૉકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ દુકાનો સહિત અન્ય વસ્તુ બંધ રહેશે. જરૂરી સેવાને છૂટ આપવામાં આવી છે. આ સિવાય યવતમાલ જિલ્લામાં શાળાને 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમરાવતી જિલ્લાના અચલપુર શહેર સિવાય તમામ જગ્યાએ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
Maharashtra: One-week complete lockdown to remain in force in Amravati district excluding Achalpur city, says Guardian Minister Yashomati Thakur; essential services permitted.
— ANI (@ANI) February 21, 2021
લગ્ન સમારહોમાં માત્ર 50 લોકોને સામેલ થવાની મંજૂરી હશે. જિલ્લામાં ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે, પરંતુ આ સ્થળો પર કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. સંશોધકો પ્રમાણે અમરાવતી અને યવતમાલમાં બે નવા મ્યૂટેશનની જાણકારી મળી છે, જે એન્ટીબોડી નિષ્ક્રિય કરી શકે છે. પરંતુ કોઈપણ નમૂનામાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા કે બ્રાઝિલનો સ્ટ્રેન મળ્યો નથી. પ્રદેશના ઘણા જિલ્લામાં પહેલાની તુલનાએ કેસ વધી રહ્યાં છે. તો દેશમાં મહારાષ્ટ્ર, કેરલ, મધ્યપ્રદેશમાં ફરી કેસ વધી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Petrol-diesel ના વધતા ભાવ પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, રાજધર્મ યાદ કરાવ્યો
પુણેમાં રાત્રી બંધની જાહેરાત
પુણે (Pune) જિલ્લા તંત્ર અનુસાર જિલ્લામાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક દરમિયાન બિન-જરૂરી ગતિવિધિઓને મંજૂરી અપાશે નહીં. આ સિવાય શાળા, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓને 28 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ પણ રાત્રે 11 કલાકે બંધ થઈ જશે. પુણેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે કહ્યુ કે, જિલ્લામાં કોરોનાના (Coronavirus) વધતા કેસને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં લાગૂ થઈ શકે છે કર્ફ્યૂ
રાજ્યના રાહત તથા પુનર્વાસ મંત્રી વિજય વાડેટ્ટીવારે રવિવારે કહ્યુ કે, નાગપુર, અમરાવતી, યવતલામ જેવા જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 20 લાખ 93 હજારને પાર પહોંચી ગઈ છે. તો સક્રિય કેસની સંખ્યા 48,439 થઈ ગઈ છે. તેવી સ્થિતિને જોતા રાજ્યમાં 12 કલાકના કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય મુખ્યમંત્રી ઠાકરે કરશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે