Sanjay Raut Press Conference: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પડ્યા બાદ શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ સંજય રાઉતની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેની વાતોને દોહરાવતા કહ્યું કે અમને અમારા જ લોકોએ દગો કર્યો. સંજય રાઉતે કહ્યું કે શિવસેના સત્તા માટે પેદા નથી થઈ, સત્તા શિવસેના માટે પેદા થઈ છે.
અમને તો અમારા લોકોએ જ દગો કર્યો
સંજય રાઉતે કહ્યું કે ગઈ કાલે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તો અમે ભાવુક થઈ ગયા. ઉદ્ધવ ઠાકરે પર બધાને ભરોસો છે. દરેક જાતિ અને ધર્મના લોકો તેમનું સમર્થન કરે છે. સોનિયા ગાંધી અને શરદ પવારને તેમના પર ભરોસો છે.
શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે અમને તો અમારા જ લોકોએ દગો કર્યો. અમને લોકોએ ખંજર ભોક્યું. ઉદ્ધવ ઠાકરેને દગાબાજ કેવી રીતે દોષ આપી શકે. સંજય રાઉતે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સરકાર પાડવાનો ઠેકો મળ્યો હતો. દગાબાજોનો મહારાષ્ટ્રમાં આ નવો પ્રયોગ છે. પ્રેસ કોન્ફરન્સમાં સંજય રાઉતે વધુમાં કહ્યું કે શિવસેના સત્તા માટે પેદા નથી થઈ સત્તા શિવસેના માટે પેદા થઈ છે. આ બાળાસાહેબનો મંત્ર રહ્યો છે. અમે ફરી કામ કરીશું અને અમારા દમ પર સત્તામાં આવીશું.
शिवसेना सत्ता के लिए पैदा नहीं हुई है, सत्ता शिवसेना के लिए पैदा हुई है। यह हमेशा से बालासाहेब ठाकरे का मंत्र रहा है। हम काम करेंगे और एक बार फिर अपने दम पर सत्ता में आएंगे: शिवसेना नेता संजय राउत pic.twitter.com/CGTQ5svunJ
— ANI_HindiNews (@AHindinews) June 30, 2022
ઈડી સામે પેશી ઉપર સંજય રાઉતે કહ્યું કે કાલે ઈડી સામે હાજર થઈશ. અત્રે જણાવવાનું કે સંજય રાઉતને પાત્રા ચૌલ જમીન કૌભાંડ મામલે પહેલી જુલાઈએ હાજર થવા જણાવ્યું છે.
અત્રે જણાવવાનું કે વિધાનસભામાં ગુરુવારે શક્તિ પરિક્ષણ કરાવવાના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્દેશ પર રોક લગાવવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળી શકે છે. આ અગાઉ તેઓ 2014થી 2019 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા.
આજે ભાજપની બેઠક
ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ ભાજપ જલદી રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે દાવો રજૂ કરી શકે છે. આ મામલે આજે મુંબઈમાં ભાજપની અનેક બેઠકો થવાની છે. જેમાં આગળની રણનીતિ પર વિચાર વિમર્શ થશે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના અધિકૃત નિવાસસ્થાન સાગર બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકમાં સામેલ થશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે