Shiv Sena MLA open letter to Uddhav Thackeray: મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક શિવસેના વિધાયકનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેણે શિવસેનાના બાકી વિધાયકોની ભાવનાઓનું પ્રતિક ગણવામાં આવી રહ્યો છે. હકીકતમાં ઉદ્ધવ ઠાકરે સાથે અનેક મુદ્દે નારાજ એક વિધાયકે જ્યારે સીએમ ઠાકરેના નામે એક ખુલ્લો પત્ર લખ્યો તો તેને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ શેર કરીને ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
પત્રમાં વિધાયકોની ભાવના- શિંદે
ઉદ્ધવ ઠાકરેના નામે લખાયેલા આ પત્રમાં બળવાખોર ધારાસભ્યોની ભાવનાઓનો ઉલ્લેખ કરતા નારાજગીના કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે પાર્ટીના કેટલાક વિધાયકોને બાદ કરતા બાકીનાનું અપમાન કરવામાં આવતું હતું. આ વિધાયકોએ પણ કહ્યું કે ક્ષેત્રના વિકાસ માટે મળનારી વિધાયક નીધિ અંગે પણ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022
આદિત્ય અયોધ્યા ગયા તો અમને કેમ ન જવા દીધા
ઉદ્ધવ ઠાકરેના નામે લખાયેલા આ ઓપન લેટરમાં વધુમાં લખ્યું છે કે જ્યારે આદિત્ય ઠાકરે અયોધ્યા જઈ રહ્યા હતા તો બાકીના વિધાયકોને અયોધ્યા જતા કેમ રોકવામાં આવ્યા. આ પ્રકારે આ પત્રમાં અનેક એવા મુદ્દાઓનો ઉલ્લેખ છે કે જેને હાલના પેદા થયેલા સંકટનું કારણ જણાવવામાં આવી રહ્યા છે.
પત્રની મહત્વની વાતો...
Maharashtra Political Crisis: શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે