New EV Policy: મહારાષ્ટ્ર સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન પોલીસીને મંજૂરી આપી દીધી છે. આ પોલિસીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપશે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી કે, રાજ્ય સરકારે નવી EV પોલિસીને મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક ઇલેક્ટ્રિક વાહનોને નવી 2025ની મહારાષ્ટ્ર EV પોલિસી હેઠળ ટોલ ફ્રી પણ કરવામાં આવશે. એટલું જ નહીં, નવી પોલિસી રાજ્યમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
મહારાષ્ટ્ર સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પોલિસી 2030 સુધી માન્ય રહેશે. આ નવી EV પોલિસી માટે રાજ્ય સરકારે 1,993 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવાનો દોવો કર્યો છે. કેબિનેટ બેઠક બાદ ફડણવીસે જણાવ્યું કે, રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન (EV) પોલિસીને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ પેસેન્જર EVs ને સબસિડી આપવામાં આવશે. રાજ્યમાં EV ઉત્પાદન અને તેના ઉપયોગમાં વધારો થવો જોઈએ. નવી પોલિસી હેઠળ EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં આવશે અને ઇલેક્ટ્રિક વાહનોને સપોર્ટ કરવા માટે નેશનલ હાઈવે પર 25 કિમીના અંતરે ચાર્જિંગ સુવિધાઓ હશે.
કોણ છે આલોક જોશી? નામ સાંભળતા જ PAKનો છૂટવા લાગ્યો પરસેવો,સરકારે આપી યુદ્ધની કમાન!
નવી EV પોલિસી હેઠળ મહારાષ્ટ્ર સરકાર 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદદારોને છૂટ આપીને સ્વચ્છ ગતિશીલતા સંક્રમણ મોડેલ લાગુ કરવાનું લક્ષ્ય બનાવી રહી છે. આ પોલિસીની સાથે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પ્રાઈવેટ ફોર વ્હીલર, રાજ્ય પરિવહન નિગમની બસો, પ્રાઈવેટ બસો અને નાગરિક સંસ્થાઓ હેઠળના પરિવહન ઉપક્રમોને તેમની મૂળ કિંમત સામે ખરીદી પર 10% ની છૂટ આપવામાં આવશે. જ્યારે ઇલેક્ટ્રિક માલસામાન વહન કરતા થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને તેમની મૂળ કિંમત પર 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. નવી EV પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી ફી પણ માફ કરવામાં આવશે.
11 સિક્સ, 7 ફોર અને સૌથી ફાસ્ટ સદી... 14 વર્ષના બેટ્સમેને જયપુરમાં મચાવી તબાહી
આ ઉપરાંત આ પોલિસી હેઠળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, અટલ સેતુ અને સમૃદ્ધિ મહામાર્ગનો ઉપયોગ કરનારા ઇલેક્ટ્રિક ફોર વ્હીલર અને બસો માટે ટોલ માફ કરવામાં આવશે. રાજ્ય અને અન્ય નેશનલ હાઈવે પર ચાલતા આ વાહનો માટે ટોલ ફક્ત 50% રહેશે. તમે ભારતમાં આવનારી કાર, ઇલેક્ટ્રિક વાહનો, ભારતમાં આવનારી બાઇક અને ઓટોમોટિવ લેન્ડસ્કેપને બદલી રહેલી અત્યાધુનિક ટેકનોલોજી વિશે માહિતી મેળવી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે