Home> India
Advertisement
Prev
Next

હવે ચલણ ફાટ્યું તો હાલત ખરાબ થઇ જશે, ટ્રાફિકના નિયમો તોડશો ખિસ્સા થઇ જશે ખાલી

રાજ્ય સરકારે એક નોટિફિકેશન જાહેર કરતાં 2019 એક્ટમાં ફેરફારની જાહેરાત કરી છે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચલણની રકમ વધારવાની જાણકારી આપી છે.

હવે ચલણ ફાટ્યું તો હાલત ખરાબ થઇ જશે, ટ્રાફિકના નિયમો તોડશો ખિસ્સા થઇ જશે ખાલી

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકારે બદલાયેલા મોટર વ્હીકલ એક્ટ 2019 રાજ્યમાં લાગૂ કરી દીધો છે ત્યારબાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું મોંઘું પડી શકે છે. રાજ્ય સરકારે એક નોટિફિકેશન જાહેર કરતાં 2019 એક્ટમાં ફેરફારની જાહેરાત કરી છે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ચલણની રકમ વધારવાની જાણકારી આપી છે. પીટીઆઇ સાથે વાતચીત દરમિયાન રાજ્યના ટ્રાંસપોર્ટ મંત્રી અવિનાશ ઢાકણેએ કહ્યું કે ચલણની રકમ વધારવાથી દુર્ઘટનાઓની સંખ્યા ઓછી થશે અને મુસાફરો અનુશાસનમાં રહેશે.  

fallbacks

Success Story: 2 રૂપિયાના પાઉચના આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, આજે છે 1100 કરોડનું ટર્ન ઓવર

ચલણ અને તેમની રકમ

1. એમ્બુલન્સને રસ્તો ન આપવા માટે 10,000 રૂપિયાનું ચલણ

2. વાહનમાં અમાન્ય ફેરફાર કરવા પર 1,000 રૂપિયાનું ચલણ. 

3. વિમા વિના વાહન ચલાવવા પર 2,000 રૂપિયાનું ચલણ. 

4. રાજ્ય પરિવહનની બસમાં ટિકિટ વિના મુસાફરી કરશો 500 રૂપિયાનું ચલણ.

5. ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવતાં 5,000 રૂપિયાનું ચલણ અને એટલું જ નહી ચલણ વાહન માલિક પર કરવામાં આવશે જેને પોતાના વાહનની ઉપયોગની અનુમતિ આપી છે. 

6. નંબર પ્લેટ અથવા રજિસ્ટ્રેશન પ્લેટ પર કંઇક પણ ભૂલ જણાતા, રિફ્લેક્ટર અને ટેલલેમ્પ પર 1,000 રૂપિયાનું ચલણ.

7. આ તમામ નિયમોના ઉલ્લંઘન પર ચલણ વિના 500 રૂપિયા પહેલીવાર અને 1,500 રૂપિયા બીજી અને ત્રીજી વાર નિયમ તોડવા પર વસૂલવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More