Home> India
Advertisement
Prev
Next

Maharashtra: અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, 10 દર્દીના દર્દનાક મોત, અનેકની હાલત ગંભીર

મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ ફાટ નીકળી છે. જેમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આગ હોસ્પિટલના ICU માં લાગી છે. જેમાં 17 દર્દીઓ દાખલ હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

Maharashtra: અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, 10 દર્દીના દર્દનાક મોત, અનેકની હાલત ગંભીર

અહમદનગર: મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ ફાટ નીકળી છે. જેમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આગ હોસ્પિટલના ICU માં લાગી છે. જેમાં 17 દર્દીઓ દાખલ હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

fallbacks

અહમદનગરના ડીએમ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. 10 લોકોના મોત થયા છે. આઈસીયુ વોર્ડમાં 17 દર્દી દાખલ હતા. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે કે તેમનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું કે નહીં. આગ લાગવાના કારણો અંગે તપાસ થઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની સૂચા મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધુ. દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More