Home> India
Advertisement
Prev
Next

Maharashtra: 400 લોકોએ સગીરા પર કર્યો રેપ, ફરિયાદ લખાવવા ગઈ તો પોલીસકર્મીએ પણ ઈજ્જત લૂંટી લીધી

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. 

Maharashtra: 400 લોકોએ સગીરા પર કર્યો રેપ, ફરિયાદ લખાવવા ગઈ તો પોલીસકર્મીએ પણ ઈજ્જત લૂંટી લીધી

મુંબઈ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાથી એક હચમચાવી નાખતો મામલો સામે આવ્યો છે. અહીં એક સગીરા સાથે પોલીસકર્મી સહિત 400 લોકોએ બળાત્કાર કર્યો. લગભગ છ મહિના સુધી આરોપીઓ સગીરાનું શોષણ કરતા રહ્યા જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ. કહેવાય છે કે આ સગીરાની માતાનું બે વર્ષ પહેલા નિધન થયું હતું. ત્યારબાદ તેના પિતાએ તેના જબરદસ્તીથી લગ્ન કરાવી દીધા હતા. 

fallbacks

પહેલા બે લોકોએ કર્યું દુષ્કર્મ, પછી સિલસિલો ચાલતો રહ્યો
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ પીડિતાએ પોલીસને જણાવ્યું કે સાસરે તેની હેરાનગતિ થતી હતી. જેના કારણે તે ઘરે પાછી ફરી. પાછા ફર્યા બાદ તે નોકરીની શોધમાં અંબેજોગઈ શહેર ગઈ અહીં બે લોકોએ કથિત રીતે તેનું શારીરિક શોષણ કર્યું. ત્યારબાદ જ્યારે તેણે પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો તો એક પોલીસકર્મી પણ તેની ઈજ્જત લૂંટવા લાગ્યો. 

JNU માં ફરી હિંસા; ડાબેરી વિદ્યાર્થીઓએ ABVP વિદ્યાર્થીઓ સાથે કરી મારપીટ, અનેક ગંભીર રીતે ઘાયલ

નોકરીના નામે શરૂ થયું સગીરાનું શોષણ
પીડિતાના જણાવ્યાં મુજબ લગભગ 400 લોકોએ છ મહિના સુધી તેનું શારીરિક શોષણ કર્યું. જેના કારણે તે ગર્ભવતી બની ગઈ. મામલો સામે આવ્યા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો. વરિષ્ઠ અધિકારીઓએ તરત સગીરાની ફરિયાદ નોંધતા તપાસ શરૂ કરી દીધી. અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. અધિકારીઓનું કહેવું છે કે સગીરાને નોકરી અપાવવાના નામે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. 

સારવારની અનોખી પદ્ધતિ, ડૉક્ટર દર્દીના શરીરને લગાવે છે આગ, જાણો વિગતો

પીડિતાએ વેલફેર કમિટી સામે વર્ણવ્યું પોતાનું દુ:ખ
ચાઈલ્ડ વેલફેર કમિટીને આપેલા પોતાના નિવેદનમાં સગીરાએ કહ્યું કે લગ્ન બાદથી જ સાસરિયાઓ તેને હેરાન કરતા હતા. પતિ રોજ કોઈ વાતે તેની પીટાઈ કરતો હતો. જેના કારણે તે ઘરે પાછી ફરી. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે નોકરી શોધી રહી હતી ત્યારે જ બે લોકોએ તેનો ફાયદો ઉઠાવીને બળાત્કાર કર્યો. ત્યારબાદ છ મહિના સુધી આ સિલસિલો ચાલતો રહ્યો અને 400 લોકોએ તેને પોતાની હવસનો શિકાર બનાવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More