Home> India
Advertisement
Prev
Next

PM મોદીને મળીને ખડખડાટ હસ્યા પવાર, પીઠ પર ફેરવ્યો હાથ, 2024 પહેલા શું કહે છે આ તસવીર?

PM Modi Meets Sharad Pawar: રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને વિપક્ષી ગઠબંધનના નેતાઓના હ્રદયના ધબકારા કદાચ ચૂકી જશે.શરદ પવાર અને પીએમ મોદી જે રીતે હાસ્ય વેરી રહ્યા છે તે જોઈને માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષી ગઠબંધનને હવે કદાચ એ ડર સતાવતો હશે કે તેમણે હવે તૂટથી બચવું પડશે.

PM મોદીને મળીને ખડખડાટ હસ્યા પવાર, પીઠ પર ફેરવ્યો હાથ, 2024 પહેલા શું કહે છે આ તસવીર?

PM Modi Meets Sharad Pawar: રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને વિપક્ષી ગઠબંધનના નેતાઓના હ્રદયના ધબકારા કદાચ ચૂકી જશે. પુનામાં એક જ મંચ પર જ્યારે એનસીપી ચીફ શરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા તો જાણકારોને જાણે એવું લાગવા લાગ્યું કે શું 2024ની લોકસભા ચૂંટણી પહેલા કઈક મોટી ગેમ  થવાની છે કે શું. શું તાજેતરમાં એનસીપીનું શિંદે સરકાર સાથે જવું એ સમજી વિચારેલી રણનીતિ હતી? આવો સવાલ તો ત્યારથી ઉઠી રહ્યો છે જ્યારથી અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા. પરંતુ આજે મોદી અને પવારની આ મુલાકાત જોઈને ફરી ચર્ચા ચગડોળે ચડી છે. 

fallbacks

શરદ પવાર અને પીએમ મોદી જે રીતે હાસ્ય વેરી રહ્યા છે તે જોઈને માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષી ગઠબંધનને હવે કદાચ એ ડર સતાવતો હશે કે તેમણે હવે તૂટથી બચવું પડશે. આ એક એવો સમય છે જ્યારે ભાજપ વિરુદ્ધ  વિપક્ષ હજુ બરાબર એકજૂથ થઈ શક્યો નથી. આ બધી વાતો સમજવા માટે આ Video પહેલા જોઈ લો. 

વાત જાણે એમ છે કે રાજકારણમાં હસવું, મુસ્કુરાવવું, થપથપાવવું એ બધાના પણ પોત પોતાના અલગ અર્થ હોય છે. આજે જ્યારે કઈક આ અંદાજમાં શરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ તો ચર્ચા શરૂ થઈ. પવારની પોતાની બનાવેલી પાર્ટી તૂટી, સત્તા છૂટી, છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મોદીની ટીકા કરતા હતા પરંતુ આજે આ  તસવીર કઈક અલગ જ બતાવતી હતી. મોદીને મળીને પવાર ખડખડાટ હસી રહ્યા હતા. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ના નેતાઓએ તેમને રોકવાની ખુબ કોશિશ કરી પરંતુ મહારાષ્ટ્રના ચાણક્ય ન માન્યા. તેઓ આજે આ કાર્યક્રમ માટે કેટલાક બેતાબ હતા તે તમે એ વાતથી સમજી શકો કે પુનાના એ મંચ પર પવાર સૌથી પહેલા જઈને બેસી ગયા હતા. 

પીએમ મોદીને મળ્યું સન્માન
આ અવસર હતો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહનો. પીએમ મોદીને તેમના 'સર્વોચ્ચ નેતૃત્વ' અને 'નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવા' બદલ આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. અનેક દિવસથી આ કાર્યક્રમ ચર્ચામાં હતો. કે શું પવાર જશે? પીએમ મોદીને કેવી રીતે મળશે પવાર. જો કે તમામ અટકળો અને વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોની આપત્તિઓ છતાં પીએમ મોદી સાથે પવારે મંચ શેર કર્યું. વિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયાએ પવારને કહ્યું હતું કે આવા સમયમાં કે જ્યારે ભાજપ વિરુદ્ધ એકજૂથ થઈને મોરચો બનાવવામાં આવી રહ્યો છે, તેમનું આ કાર્યક્રમમાં સામેલ થવું વિપક્ષ માટે સારું નહીં હોય. પવારે તે સાંસદો સાથે મુલાકાત ન કરી જે તેમને આ સમારોહમાં સામેલ ન થવા માટે મનાવવા માંગતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More