Home> India
Advertisement
Prev
Next

બળવાખોર શિવસૈનિક એકનાથ શિંદેને હવે વિધાયકોની સાથે સાથે શિવસેનાના સાંસદોનો પણ સાથ

વાસિમના સાંસદ ભાવના ગાવિત, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, થાણાના સાંસદ રાજન વિચારે, કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે, અને રામટેક સાંસદ કૃપાલુ તુમાનેએ પણ પોતાનું સમર્થન એકનાથ શિંદેને આપ્યું છે.

બળવાખોર શિવસૈનિક એકનાથ શિંદેને હવે વિધાયકોની સાથે સાથે શિવસેનાના સાંસદોનો પણ સાથ

Maharashtra Political Drama: મહારાષ્ટ્રનો રાજકીય પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. શિવસેનામાં ફૂટ બાદથી રાજકીય હલચલ ખુબ વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ખુરશી અને પાર્ટીને બચાવવામાં લાગ્યા છે પરંતુ તેમની કોશિશ સફળ થતી જોવા મળતી નથી. રિપોર્ટ મુજબ ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં કેટલાક અન્ય ધારાસભ્યો બળવાખોર બન્યા અને એકનાથ શિંદે પાસે ગુવાહાટી પહોંચી ગયા. શિંદેનો દાવો છે કે તેમની પાસે 45 ધારાસભ્યો જ્યારે કુલ 46 ધારાસભ્યો તેમની સાથે છે. આ ઉપરાંત પાર્ટીના કેટલાક સાંસદો પણ તેમની સાથે આવી શકે છે. આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ આજે સવારે સાડા અગિયાર વાગે શિવસેનાના વિધાયકોની એક બેઠક બોલાવી છે. 

fallbacks

બદલાઈ શકે છે સમીકરણ
એવો દાવો થઈ રહ્યો છે કે મુંબઈ પણ ત્રણ વિધાયક બળવો પોકારીને શિંદે સાથે જઈ શકે છે. ગુરુવારે શિંદેએ દાવો કર્યો કે તેમની સાથે શિવસેનાના 45 ધારાસભ્યો છે. તેમણે પોતાની સાથે 46 ધારાસભ્યો હોવાની વાત કરી છે. એક વિધાયક કોણ છે તેની જાણકારી હજુ મળી નથી. બીજી બાજુ એવા સમાચાર છે કે શિવસેનાના 10થી વધુ સાંસદો પણ એકનાથ શિંદે સાથે જઈ શકે છે. વાસિમના સાંસદ ભાવના ગાવિત, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, થાણાના સાંસદ રાજન વિચારે, કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે, અને રામટેક સાંસદ કૃપાલુ તુમાનેએ પણ પોતાનું સમર્થન એકનાથ શિંદેને આપ્યું છે. સાંસદ રાજન વિચારે તો 3 દિવસથી ગુવાહાટીમાં જ હાજર છે. એવું કહેવાય છે કે આ આંકડો 17 સુધી પહોંચી શકે તેમ છે. અત્રે જણાવવાનું કે બુધવારે શિંદે જૂથે 34 વિધાયકોની સાઈનવાળો એક લેટર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે એકનાથ શિંદે જ શિવસેના વિધાયક દળના નેતા છે. 

એકનાથ શિંદેને છે આટલા ધારાસભ્યોનો છે સપોર્ટ
છેલ્લે મળતી માહિતી મુજબ હાલ બળવાખોર શિવસેના ધારાસભ્ય અને મંત્રી એકનાથ શિંદેએ હાલ 46 ધારાસભ્યોનો સપોર્ટ હોવાનો દાવો કર્યો છે. જેમાંથી 39 ધારાસભ્યો શિવસેનાના છે જ્યારે 7 અપક્ષ ધારાસભ્યો છે. ઉદ્ધવ ઠાકરે સાથે 16 વિધાયકો બચ્યા છે. જેમના નામ ચિમણરાવ પાટિલ, રાહુલ પાટિલ, સંતોષ બાંગાર, વૈભવ નાઈક, સુનિલ રાઉત, રવિન્દ્ર વાયકર, સુનિલ પ્રભુ, દિલિપ લાંડે, પ્રકાશ ફાર્તફેકર, સંજય પોતનીસ, અજય ચૌધરી, કૈલાશ ઘાડગે પાટીલ, આદિત્ય ઠાકરે (મંત્રી), ભાસ્કર જાધવ, રાજન સાલવી અને ઉદય સામંત (મંત્રી) છે. 

Maharashtra Political Crisis:  શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More