Home> India
Advertisement
Prev
Next

Maharashtra Political Crisis live: શિંદે બન્યા મહારાષ્ટ્રના 'એક'નાથ, મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Maharashtra Crisis Live Updates: મહારાષ્ટ્રમાં રાજકીય સંઘર્ષ હવે શાંત થઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામાં બાદ શિંદે જૂથ અને ભાજપે નવી સરકારની રચના કરી છે. ત્યારે મહારાષ્ટ્રને એકનાથ શિંદેના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે.

Maharashtra Political Crisis live: શિંદે બન્યા મહારાષ્ટ્રના 'એક'નાથ, મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Maharashtra Crisis Live Updates: મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ત્યારે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે મોટી જાહેરાત કરતા કહ્યું કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે અને ભાજપ તેમનું સમર્થન કરશે. ફડણવીસે કહ્યું કે શિવસેનાએ હિન્દુત્વ વિરોધી પાર્ટીઓ સાથે જઈને સરકાર બનાવી હતી. જ્યારે ચૂંટણીમાં બહુમત ભાજપને મળી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરેના રાજીનામાં બાદ શિંદે જૂથ અને ભાજપે નવી સરકારની રચના કરી છે. ત્યારે મહારાષ્ટ્રને એકનાથ શિંદેના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે.

fallbacks

મહારાષ્ટ્રમાં હવે શિંદે સરકાર
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણની સાથે જ મહારાષ્ટ્રમાં બે અઠવાડિયાથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષનો અંત આવ્યો છે. સરકારના અન્ય મંત્રીઓના શપથ ગ્રહણ 3 જુલાઈના થઈ શકે છે. બંને જૂથના 3-3 મંત્રીઓ શપથ લઇ શકે છે.

શિંદેને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી છે સાથે જ તેમણે ડેપ્યુટી સીએમ બનનનાર દેવેન્દ્ર ફડણવીસને પણ શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ શિંદેને જમીન સાથે જોડાયેલા નેતા ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે મહારાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર લઈ જશે.

ગૃહમંત્રી અમિત શાહે શિંદેને પાઠવી શુભેચ્છા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવા પર શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આ નવી સરકાર મહારાષ્ટ્રના વિકાસ અને જનતાના હિતો માટે સમર્પણ ભાવથી કાર્ય કરશે.

શપથ પહેલા શિંદેએ બદલી ટ્વિટર પ્રોફાઈલ
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કરતા પહેલા તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટનો પ્રોફાઈલ ફોટો ચેન્જ કર્યો. એકનાથ શિંદેએ બાળા સાહેબ ઠાકરે સાથેની તેમની મુલાકાતની તસવીર ટ્વિટર પ્રોફાઈલમાં મુકી છે.

fallbacks

સરકારમાં ડેપ્યુટી CM બનશે ફડણવીસ
મહારાષ્ટ્રની નવી સરકારમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બનશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમણે શુભેચ્છા પાઠવતા આ વાતની જાણકારી આપી છે. સાથે જ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનું પણ આ માનવું છે કે ફડણવીસે નવી સરકારમાં સામેલ થવું જોઇએ. આ પહેલા ફડણવીસ કોઈપણ પદ ન લેવાની વાત કરી ચુક્યા હતા.

ડેપ્યુટી સીએમ બનશે ફડણવીસ: જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં મોટું નિવેદન આપ્યું છે. નડ્ડાએ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસને નવી સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવા જોઈએ અને આ નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ લીધો છે. આ પહેલા ફડણવીસે કોઈપણ પદ લેવાથી ઇનકાર કર્યો હતો અને તેમનું કહેવું હતું કે, તે સરકારને સમર્થન આપશે પરંતુ પોતે પદ સંભાળશે નહીં. નડ્ડાએ કહ્યું કે શિંદેની વિચારધારાને અમારું સમર્થન છે અને ફડણવીસે પણ સરકારમાં સામેલ થવું જોઇએ.

શિંદેને શરદ પવારે પાઠવી શુભેચ્છા
એકનથ શિંદેને સીએમ બનાવવાની ખુશીમાં તેમના સમર્થક ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે અને દરેક બાજૂએ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે શિંદેને CM પદ માટે પસંદ કરવાને લઇને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, તે રાજ્યના હિત માટે કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More