Home> India
Advertisement
Prev
Next

Maharashtra Political Crisis: આવતી કાલે ઉદ્ધવ સરકારની 'અગ્નિ પરીક્ષા', શિંદે ફ્લોર ટેસ્ટમાં રહેશે હાજર

મહારાષ્ટ્રના આ રાજકીય ઘમાસાણની પળેપળની અપડેટ જાણો.....

Maharashtra Political Crisis: આવતી કાલે ઉદ્ધવ સરકારની 'અગ્નિ પરીક્ષા', શિંદે ફ્લોર ટેસ્ટમાં રહેશે હાજર

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ આદેશ આપ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સાંજે 5 વાગે ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવાનો રહેશે. પળેપળની અપડેટ જાણો....

fallbacks

લેટેસ્ટ અપડેટ...

કાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈશું- એકનાથ શિંદે
ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું કે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યો આવતી કાલે મુંબઈ જશે અને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે મંદિરમાં તેમણે મહારાષ્ટ્રના લોકો માટે પ્રાર્થના કરી. 

આવતી કાલે વિધાનસભા સત્ર
મહારાષ્ટ્રમાં આવતી કાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આવતી કાલે સાંજે 5 વાગે ફ્લોર ટેસ્ટ થશે. જેનું લાઈવ પ્રસારણ થશે. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું છે કે તેનો એજન્ડા સીએમ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ છે. ફ્લોર ટેસ્ટ આવતી કાલે સાંજે થઈ શકે છે. રાજ્યપાલે કહ્યું કે પ્રદેશની રાજકીય સ્થિતિ બહુ સારી નથી. શિવસેનાના 39 ધારાસભ્યો પહેલા જ મહાવિકાસ આઘાડી ગઠબંધનથી અલગ થવાની વાત કરી ચૂક્યા છે. જ્યારે 7 અપક્ષ ધારાસભ્યોએ પણ પત્ર લખીને ઉદ્ધવ સરકાર પાસેથી સમર્થન વાપસીની વાત કરી છે. રાજ્યપાલે જણાવ્યું કે વિપક્ષના નેતા પણ તેમને મળ્યા છે અને ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. 

કામાખ્યા મંદિર પહોંચ્યા બળવાખોર ધારાસભ્યો
શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની હોટલથી બહાર નીકળીને કામાખ્યા મંદિર પહોંચી ગયા છે. 

આજે પણ બેઠકોનો દોર ચાલુ
મહારાષ્ટ્રના રાજકીય સંકટના સમાધાન માટે આજે પણ બેઠકોનો દોર ચાલુ રહેશે. ઉદ્ધવ કેબિનેટની આજે થનારી બેઠકમાં ઔરંગાબાદનું નામ બંદલીને સંભાજીનગર કરવા પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત શિવસેનાએ પણ બેઠક બોલાવી છે અને ગુવાહાટીમાં શિંદે જૂથ પણ ફ્લોર ટેસ્ટ અંગે બેઠક કરશે. 

રાજ્યપાલને મળ્યા ભાજપના નેતા
ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ફ્લોર ટેસ્ટની માંગણીને લઈને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપના નેતા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. ફડણવીસે કહ્યું કે ઉદ્ધવ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે, બહુમત સાબિત કરે. તેમણે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓનો હવાલો આપતા રાજ્યપાલને સોંપેલા પત્રમાં કહ્યું છે કે સંસદીય લોકતંત્રમાં સદનમાં બહુમત સર્વોચ્ચ છે અને સરકારના અસ્તિત્વ માટે તે જરૂરી છે. તેમણે રાજ્યપાલને ભલામણ કરતા કહ્યું કે મુખ્યમંત્રીને જલદી  બહુમત સાબિત કરવા માટે જણાવે. 

રાજ્યપાલને સોંપેલા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે શિવસેના અને ભાજપે ગઠબંધનમાં 2019ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ ચૂંટણી પરિણામો બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More