Home> India
Advertisement
Prev
Next

Uddhav Thackeray: પાર્ટી હાથમાંથી ગઈ છતાં પણ ઉદ્ધવ ઠાકરે માટે હજું બધુ ખતમ થયું નથી! બચ્યા છે આ વિકલ્પ

Shiv Sena Symbol: ઉદ્ધવ ઠાકરેના પિતાએ બનાવેલી પાર્ટી હવે તેમની પાસે રહી નથી. ઉદ્ધવ ઠાકરે જૂથનો દાવો છે કે તેમની દલીલો પર ચૂંટણી પંચે વિચાર કર્યો નથી. વર્ષ 1999ના શિવસેનાના મૂળ બંધારણને ચૂંટણી પંચે આધાર માન્યો. પરંતુ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને જૂથોએ કહ્યું હતું કે વર્ષ 2018નું પાર્ટી બંધારણ લાગૂ હતું. 

Uddhav Thackeray: પાર્ટી હાથમાંથી ગઈ છતાં પણ ઉદ્ધવ ઠાકરે માટે હજું બધુ ખતમ થયું નથી! બચ્યા છે આ વિકલ્પ

Shiv Sena Verdict: ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથના પક્ષમાં નિર્ણય આપ્યો છે. એકનાથ શિંદેને શિવસેના પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ ધનુષ-બાણ મળ્યા છે. જેનાથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના પિતાએ બનાવેલી પાર્ટી હવે તેમની પાસે રહી નથી. ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે પાર્ટીનું નામ શિવસેના અને ચૂંટણી ચિન્હ એકનાથ શિંદે જૂથને આપવાના ચૂંટણી પંચના નિર્ણયને તેઓ દિલ્હી હાઈકોર્ટમાં પડકારશે. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ક હ્યું કે આ સચ્ચાઈ અને ન્યાયની મજાક છે. તેમણે ચૂંટણી પંચના નિર્ણયની ટીકા કરી. 

fallbacks

સંજય રાઉતે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેની પાર્ટી શિવેસના પર 40 લોકો તરફથી દાવો કરવામાં આવ્યો અને ચૂંટણી પંચે તેને મંજૂરી આપી દીધી. સ્ક્રિપ્ટ પહેલેથી તૈયાર કરી દેવાઈ હતી. દેશ તાનાશાહી તરફ આગળ વધી રહ્યો છે. બીજી બાજુ એકનાથ શિંદે સહિત અન્ય શિંદે જૂથના નેતાઓએ  ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ હવે નવા નામ શિવસેના અને ચૂંટણી ચિન્હ ધનુષ બાણ હેઠળ કામ કરવાનું શરૂ કરી દેશે. 

2024 ચૂંટણી અંગે થયેલા સર્વેથી મોદી-શાહની ચિંતા વધી, 3 રાજ્યમાં પડી શકે છે મોટો ફટકો

16 વર્ષ બાદ પણ 19 મૃતકોની હજુ નથી થઈ શકી ઓળખ? આખરે કોણ હતા...યક્ષ પ્રશ્ન

ચોંકાવનારો ખુલાસો, આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!, થયા હતા ગુપ્ત લગ્ન

ઉદ્ધવ ઠાકરે પાસે બચ્યા આ વિકલ્પ
ઉદ્ધવ ઠાકરેના વકીલોના જણાવ્યાં મુજબ કોર્ટમાં તેઓ ચૂંટણી પંચના આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરી શકે છે. ઉદ્ધવ ઠાકરે જૂથનો દાવો છે કે તેમની દલીલો પર ચૂંટણી પંચે વિચાર કર્યો નથી. વર્ષ 1999ના શિવસેનાના મૂળ બંધારણને ચૂંટણી પંચે આધાર માન્યો. પરંતુ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને જૂથોએ કહ્યું હતું કે વર્ષ 2018નું પાર્ટી બંધારણ લાગૂ હતું. 

શિંદેએ નિર્ણયનું સ્વાગત કર્યું
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરે તમામ ચૂંટાયેલા વિધાયકો અને સાંસદો  તથા લાખો કાર્યકરોની આ જીત છે. આ જીત લોકશાહીની છે. ઈસીનો નિર્ણય અમારા પક્ષમાં ગુણ દોષના આધારે આવ્યો છે. અમારી સરકાર બહુમતનું સમર્થન, બંધારણ અને જનાદેશના  આધારે બની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More