Home> India
Advertisement
Prev
Next

Loudspeaker Row: 1 મેના રોજ ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલી, 15 શરતો સાથે પોલીસે આપી મંજૂરી

લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને ઔરંગાબાદમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે.

Loudspeaker Row: 1 મેના રોજ ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલી, 15 શરતો સાથે પોલીસે આપી મંજૂરી

નવી દિલ્હી: લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને ઔરંગાબાદમાં રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. કડક શરતો સાથે પહેલી મેના રોજ ઠાકરેને સાંસ્કૃતિક ક્રીડા મેદાન મંડળ મેદાનમાં બેઠકની મંજૂરી મળી છે. ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ પોલીસે ઔરંગાબાદમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આવામાં ઠાકરેની રેલી પર શંકાના વાદળો છવાયા હતા. 

fallbacks

ઔરંગાબાદ પોલીસ તરફથી 9મી મે સુધી પ્રતિબંધો લદાયા હતા. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અગાઉ મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા અંગે સરકારને અલ્ટીમેટમ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો તેઓ મસ્જિદોની બહાર મોટા અવાજે હનુમાન ચાલીસાના પાઠ પઢશે. 

આ શરતો માનવી પડશે!
પહેલી મેના રોજ જનસભા બપોરે 4.30 વાગ્યાથી લઈને 9.45 વાગ્યા સુધી થઈ શકશે અને આયોજન સ્થળ તથા સમય બદલાશે નહીં. કાર્યક્રમમાં સામેલ થનારા લોકો શિસ્તનું પાલન કરશે. આ સાથે જ બેઠક દરમિયાન કે પછી કોઈ પણ પ્રકારના આપત્તિજનક નારાબાજી, તોફાનો કે ખોટો વ્યવહાર થવો જોઈએ નહીં. કાર્યક્રમમાં સામેલ થનારા વાહનોને પોલીસ તરફથી નક્કી કરાયેલા રસ્તે થઈને જવું પડશે તથા લેન બદલવાની મંજૂરી નહીં રહે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશ દરમિયાન આ વાહોનએ નિર્ધારિત સ્પીડ લિમિટનું પાલન કરવું પડશે. 

મીડિયા રિપોર્ટ મુજબ કાર્યક્રમના આયોજન સ્થળ પર વધુમાં વધુ 15 હજાર જેટલા લોકો સામેલ થઈ શકે છે. આવામાં 15 હજાર લોકોને જ કાર્યક્રમમાં બોલાવવા જોઈએ. વધુ લોકોને આમંત્રિત કરવામાં આવશે તો અસુવિધા બદલ આયોજક જ જવાબદાર રહેશે. આયોજન  દરમિયાન આર્મ્સ એક્ટનો ભંગ થવો જોઈએ નહીં. ઈવેન્ટ દરમિયાન કોઈ પણ હથિયાર, તલવાર, વિસ્ફોટક ચીજોનું પ્રદર્શન થવું જોઈએ નહીં. 

બેઠક દરમિયાન એ વાત સુનિશ્ચિત થવી જરૂરી છે કે કોઈ વ્યક્તિ કે સમુદાયનું અપમાન ન થાય. લાઉડસ્પીકરના ઉપયોગથી વાયુ પ્રદૂષણના નિયમનો ભંગ થવો જોઈએ નહીં. આમ થવા બદલ વ્યક્તિને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986ની કલમ 15 હેઠળ 5 વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય પણ પોલીસ તપાસ, બેરિકેડ, વાહન પાર્કિંગ, ટ્રાફિક સહિત અનેક ચીજોને લઈને નિયમો જારી કરાયા છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More