Home> India
Advertisement
Prev
Next

બાળાસાહેબની સ્મૃતિ સભામાં આવેલા ફડણવીસ સામે શિવસૈનિકોનું અણછાજતું વર્તન, જુઓ VIDEO

ભારતીય જનતા પાર્ટી(BJP) અને શિવસેના ગઠબંધનમાં તણાવ વચ્ચે એવી ચર્ચા હતી કે શું ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાના દિવંગત નેતા બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જશે? પરંતુ ફડણવીસે અન્ય ભાજપના નેતાઓની જેમ જ શિવાજી પાર્ક જઈને બાળાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. જો કે આ દરમિયાન ત્યાં હાજર શિવસૈનિકોએ નારેબાજી કરીને અસહજ સ્થિતિ પેદા કરી દીધી. 

બાળાસાહેબની સ્મૃતિ સભામાં આવેલા ફડણવીસ સામે શિવસૈનિકોનું અણછાજતું વર્તન, જુઓ VIDEO

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી(BJP) અને શિવસેના ગઠબંધનમાં તણાવ વચ્ચે એવી ચર્ચા હતી કે શું ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાના દિવંગત નેતા બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે જશે? પરંતુ ફડણવીસે અન્ય ભાજપના નેતાઓની જેમ જ શિવાજી પાર્ક જઈને બાળાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં. જો કે આ દરમિયાન ત્યાં હાજર શિવસૈનિકોએ નારેબાજી કરીને અસહજ સ્થિતિ પેદા કરી દીધી. 

fallbacks

અયોધ્યા: સુપ્રીમના ચુકાદા સામે પુર્નવિચાર અરજી, AIMPLBએ કહ્યું-'ગુંબજ નીચે જન્મસ્થળના પુરાવા નથી'

પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ શ્રદ્ધાંજલિ આપીને જ્યારે શિવાજી પાર્કથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે મોટી સંખ્યામાં હાજર શિવસેનાના કાર્યકરોએ સરકાર કોની...? શિવસેનાની...શિવસેના... જેવા નારા લગાવવાના શરૂ કરી દીધા. જો કે ત્યાં હાજર પોલીસફોર્સે સ્થિતિની ગંભીરતા જોતા પૂર્વ મુખ્યમંત્રીને અફડાતફડીમાં કારમાં રવાના કરી દીધા. 

અત્રે જણાવવાનું કે આજે મહારાષ્ટ્રના રાજકારણના કદાવર નેતા રહી ચૂકેલા બાળ ઠાકરેની પુણ્યતિથિ છે. આ અવસરે શિવસેના ઉપરાંત ભાજપના નેતાઓએ પણ દિવંગત ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી. દેવેન્દ્ર ફડણવીસે બાળ ઠાકરે માટે ટ્વીટર પર લખ્યું કે અમારા પ્રેરણા સ્ત્રોત હિન્દુ હ્રદય સમ્રાટ બાળ ઠાકરેને શત શત નમન. 

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી કડવાહટ વચ્ચે ફડણવીસે બાળાસાહેબ ઠાકરેના ભાષણનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. જેમાં પૂર્વ સીએમએ લખ્યું છે કે આદરણીય બાળાસાહેબે અમને બધાને સ્વાભિમાનનો સંદેશ આપ્યો હતો. 

રાજનીતિક વિશેષજ્ઞોનું માનીએ તો ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરીને શિવસેના પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી પદ માટે 50-50ના ફોર્મ્યુલાને લઈને ભાજપ સાથે સહમતિ ન બનતા શિવસેના હવે પોતાની સૌથી જૂની સહયોગી પાર્ટીને છોડીને વિરોધી પાર્ટી એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More