Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર LIVE: ઉદ્ધવ સરકારે સાબિત કર્યો બહુમત, 169 ધારાસભ્યોએ આપ્યું સમર્થન

2 વાગે શરૂ થયેલી કાર્યવાહીમાં વિપક્ષે ભારે હંગામા અને સદનથી ભાજપ અને તેના ઘટક દળોના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે સદનમાં બહુમત સિદ્ધ કરી દીધો. સદનમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે વિરોધમાં 0 વોટ મળ્યા. આ ઉપરાંત 4 મત તટસ્થ હતા. એટલે કે તેમણે કોઇનું સમર્થન ન કર્યું. તેમાં 2 AIMIM, 1 CPM જ્યારે એક ધારાસભ્ય મનસેના હતા. આ પ્રકારે ઉદ્ધવ ઠાકરેની સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો.

મહારાષ્ટ્ર LIVE: ઉદ્ધવ સરકારે સાબિત કર્યો બહુમત, 169 ધારાસભ્યોએ આપ્યું સમર્થન

મુંબઇ: 2 વાગે શરૂ થયેલી કાર્યવાહીમાં વિપક્ષે ભારે હંગામા અને સદનથી ભાજપ અને તેના ઘટક દળોના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે સદનમાં બહુમત સિદ્ધ કરી દીધો. સદનમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે વિરોધમાં 0 વોટ મળ્યા. આ ઉપરાંત 4 મત તટસ્થ હતા. એટલે કે તેમણે કોઇનું સમર્થન ન કર્યું. તેમાં 2 AIMIM, 1 CPM જ્યારે એક ધારાસભ્ય મનસેના હતા. આ પ્રકારે ઉદ્ધવ ઠાકરેની સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો.

fallbacks

મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બપોરે 2 વાગે સદનની કાર્યવાહી શરૂ થઇ ગઇ. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો થયો. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા અધિવેશન પર સવાલ ઉઠાવ્યા. હંગામા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ પ્રોટેમ સ્પીકરના આદેશ બાદ સરકાર કેબિનેટમાં શપથ લઇ ચૂકેલા મંત્રીઓનો પહેલા પરિચય કરાવ્યો, પરંતુ હંગામો શરૂ થયો. 

આ દરમિયાન રાજ્યના પૂર્વ સીએમ અશોક ચૌહાણે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો. અને ત્યારબાદ એનસીપી નેતા નવાબ મલિક ઉપરાંત સુનીલ પ્રભુ, જયંત પાટિલે વિશ્વાસના પ્રસ્તાવનું અનુમોદન કર્યું. ત્યારબાદ સદનમાં વોટિંગ શરૂ થયું. જેમાં ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કર્યો, ઉદ્ધવ સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. પરંતુ વિપક્ષે ભારે હંગામો કર્યો. ભાજપ ધારાસભ્યોએ વિધસ્વરૂપ સદનમાંથી વોકઆઉટ કરી દીધું. સદન બહાર ફડણવીસે મીડિયાને કહ્યું કે નિયમો વિરૂદ્ધ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભામાં નિયમોને નેવે મુકી દેવામાં આવ્યા છે. તેમણે સદનમાં એ પણ કહ્યું કે શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના મંત્રીઓને અલગ-અલગ નામોનો ઉલ્લેખ પણ કર્યો, જોકે નિયમો વિરૂદ્ધ છે. એવામાં તેમનું શપથ ગ્રહણ માન્ય નથી અને સદનમાં તેમનો પરિચર કરાવવો ખોટું છે. 

ફ્લોર ટેસ્ટ પહેલાં શિવસેના અને એનસીપીએ પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કરી તેમને સદનમાં ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોના નામ ત્રણ લાઇનની વ્હીપ જાહેર કર્યો છે. 

વિધાનસભા અધ્યક્ષ પદ માટે મહાવિકાસ અઘાડીના ઉમેદવાર કોંગ્રેસના નાના પટોલેએ ઝી મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે સંખ્યાબળ અમારી સાથે છે, એટલા માટે જીત અમારી હશે. બહુમત સાબિત કરવા માટે અમે સંપૂર્ણપણે સક્ષમ છીએ. અમે અમારી સરકારને લઇને આશ્વસ્ત છીએ. જ્યાં સુધી વાત છે શપથ દરમિયાન સંવિધાનના નિયમોનું પાલન ન કરવાની, ત્યાં રાજ્યપાલ મહોદયથી જ...જો કંઇક ગરબડ છે તો રાજ્યપાલ જ આ મુદ્દે નિર્ણય લેશે. નાના પટોલે તરફથી વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારી કરી છે. તો બીજી તરફ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે ઉપ મુખ્યમંત્રી પદ એનસીપી પાસે છે અને તેના નામની જાહેરાત અમે નાગપુર સત્ર પછી કરીશું. સાથે જ તેમણે કહ્યું કે દિલ્હીમાં સાંસદ છું. ઉપ મુખ્યમંત્રી પદની રેસમાં મારા નામનો સવાલ જ નથી.

મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત સાબિત કરવાનો છે. બપોરે 2 વાગે શરૂ થનાર આ કાર્યવાહી પહેલાં અજિત પવાર (Ajit Pawar), પ્રફુલ્લ પટેલ અને જયંત પાટિલ વિધાનસભા પહોંચી ગયા છે. તો બીજી તરફ બહુમત સાબિત કરવાના થોડીવાર પહેલાં એનસીપીની બેઠક થશે. 

તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ પદ માટે ભાજપ તરફથી તેમના ધારાસભ્ય કિસન કથોરે આજે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. કિસન કથોરે ઠાણે પોલીસની મુરબાદ સીટ પરથી ધારાસભ્ય છે. વિધાનસભા સ્પીકરનું આવતીકાલે રવિવારે ચૂંટણી છે. આજે વિધાનસભાની કાર્યવાહી પ્રોટેમ સ્પીકર દિલીપ વલ્સે પાટીલની અધ્યક્ષતામાં થશે. 

બાલાસાહેબ થોરાટના અનુસાર નાના પટોલે કોંગ્રેસ પાર્ટી તરફથી વિધાનસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવાર હશે. નાના પટોલે મહારાષ્ટ્રના ચંદ્વપુર વિસ્તારમાંથી જીતીને આવ્યા છે. પટોલ પહેલાં ભાજપમાં હતા. પરંતુ ખેડૂતોના મુદ્દે તેમણે ભાજપ છોડી દીધું અને ગત લોકસભા ચૂંટણી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સામે કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પરથી લડ્યા હતા. બીજી તરફ બાલાસાહેબ થોરાટે કહ્યું કે સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે અમે બહુમત પ્રાપ્ત કરીશું અને આ વાતને લઇને અમે સંપૂર્ણપણે નિશ્વિત છીએ.

નાંદેડથી ભાજપ (BJP) સાંસદ પ્રતાપરાવે એનસીપી (NCP) નેતા અજિત પવાર (Ajit Pawar)ને મળવા પહોંચ્યા છે.  ઉદ્ધવ સરકાર દ્વારા શનિવારે બપોરે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના થોડા કલાકો પહેલાં જ મુલાકાત થઇ છે. તમને જણાવી દઇએ કે ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કરવા, નવા અધ્યક્ષની ચૂંટણી, વિરોધ નેતાની જાહેરાત અને રાજ્યપાલના અભિભાષણ માટે મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભાના બે દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. શિવસેના (Shiv Sena) -એનસીપી (NCP)-કોંગ્રેસ (congress)વાળી સત્તારૂઢ 'મહા વિકાસ અઘાડી'નો દાવો છે કે તેની પાસે 170 ધારાસભ્યોનો દાવો છે. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બહુમતનો આંકડો 145 છે.

શું થશે આજે વિધાનસભામાં?
શનિવારે બપોરે બે વાગે વિધાનસભા સદનની કાર્યવાહી શરૂ થશે. સદનમાં સૌથી પહેલાં પ્રોટેમ સ્પીકરના નામની જાહેરાત થશે. પ્રોટેમ સ્પીકરના આદેશ બાદ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટમાં શપથ લઇ ચુકેલા નવા મંત્રીઓના પહેલા સદનમાં પરિચય કરાવવામાં આવશે.

ત્યારબાદ શનિવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) શિવસેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું સદનમાં વિશ્વાસ મત રાખશે. નવા પ્રોટેમ સ્પીકરની અધ્યક્ષતામાં વિધાનસભાના સદનમાં શિવસેના સરકારના વિશ્વાસ મત વોટીંગ થશે. આ સાથે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભા સદનમાં પોતાનો બહુમત સાબિત કરવો પડશે. 

દિલીપ વાલ્સે-પાટીલ થશે પ્રોટેમ સ્પીકર
એનસીપીના વરિષ્ઠ નેતા દિલીપ વાલ્સે-પાટીલ મહારાષ્ટ્ર વિધાનસભાના અસ્થાયી અધ્યક્ષ (પ્રો-ટેમ સ્પીકર) થશે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપતાં કહ્યું કે દિલીપ વાલ્સે શનિવારે બોલાવવામાં આવેલી સદનમાં વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More