Home> India
Advertisement
Prev
Next

આઝાદીના 73 વર્ષ બાદ આ ગામમાં પ્રથમ વખત પહોંચી વીજળી, ગામમાં દિવાળીનો માહોલ

મહારાષ્ટ્ર (Maharashtra)માં અકોલા જિલ્લાના આદિવાસી ગામ નવી તલાઇમાં પ્રથમ વખત વીજળી પહોંચતા જ લોકો ખુશીથી નાચી ઉઠ્યા. બે દિવસ પહેલા જ્યારે ગામમાં વીજળી પહોંચી તો લોકોને પહેલા તો વિશ્વાસ થયો નહીં કે હવે તેમનું ગામ પણ રોશન થઈ ગયું છે. જો કે, જ્યારે અધિકારીઓએ બલ્બ ચાલુ કરી દેખાડ્યું તો લોકોએ ખુશીમાં દિવા પ્રગટાવ્યા અને કેક કાપી દિવાળીની ઉજવણી કરી.

આઝાદીના 73 વર્ષ બાદ આ ગામમાં પ્રથમ વખત પહોંચી વીજળી, ગામમાં દિવાળીનો માહોલ

અકોલા: મહારાષ્ટ્ર (Maharashtra)માં અકોલા જિલ્લાના આદિવાસી ગામ નવી તલાઇમાં પ્રથમ વખત વીજળી પહોંચતા જ લોકો ખુશીથી નાચી ઉઠ્યા. બે દિવસ પહેલા જ્યારે ગામમાં વીજળી પહોંચી તો લોકોને પહેલા તો વિશ્વાસ થયો નહીં કે હવે તેમનું ગામ પણ રોશન થઈ ગયું છે. જો કે, જ્યારે અધિકારીઓએ બલ્બ ચાલુ કરી દેખાડ્યું તો લોકોએ ખુશીમાં દિવા પ્રગટાવ્યા અને કેક કાપી દિવાળીની ઉજવણી કરી.

fallbacks

આ પણ વાંચો:- CM યોગી આવતીકાલે જશે અયોધ્યા, જાણો દેશભરમાંથી ભૂમિ પૂજન માટે શું-શું પહોંચી રહ્યું છે?

ગામ નવી તલાઇમાં રહેતા લોકો પહેલા અમરાવતી જિલ્લાના મેલઘાટ બાઘ પરિયોજનાના મુખ્ય ક્ષેત્રમાં રહેતા હતા. ત્યાં પણ વીજળી હતી નહીં. વર્ષ 2018માં તેમને ત્યાંથી તેમને સ્થાનાંતરિત કરી નવી તલાઇમાં વસવાટ કરાવ્યો હતો. આ ગામમાં પહેતા 540 લોકો પુર્નવાસના સમયથી જ વીજળીથી વંચિત હતા. તેમણે તેમના મોબાઇલ ફોન ચાર્ચ કરવા માટે પણ પાડોસી ગામના લોકો પર નિર્ભર રહેવું પડતું હતું. તેમના ઘરોના અંધકાર 22 જુલાઇના સમાપ્ત થયો. જ્યારે નવી તલાઇમાં પ્રથમ વખત વીજળી પહોંચી.

આ પણ વાંચો:- આ વખતે કેવી રીતે ઉજવાશે સ્વતંત્રતા દિવસ? ગૃહ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી

સમાજસેવક ગોપાલ કોલ્હે અને વિધાન પરિષદના સભ્ય અમોલ મિતકારીએ ગામમાં વીજળી લાવવાની ખાતરી આપી હતી. તેમણે આ મુદ્દે સરકાર ઉપર સતત દબાણ કર્યું અને સમયાંતરે અધિકારીઓને આ બાબતે મેમોરેન્ડમ સુપરત કર્યું. એમએલસી અમોલ મિતકારીએ હવે આ ગામને દત્તક લીધું છે. એમએલસીએ જણાવ્યું હતું કે વીજળીના આગમન પછી હવે નવી તલાઇમાં પણ વિકાસના પવન વહેશે.

આ પણ વાંચો:- રાજ્યપાલને મળવા પહોંચ્યા CM અશોક ગેહલોત, બહાર કોંગ્રેસ ધારાસભ્યોનો જમાવડો

ગામને વીજળી પૂરી પાડતા મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની લિમિટેડના અધિકારીએ જણાવ્યું હતું કે ગામને વીજળી પહોંચાડવાની જવાબદારી તેમની છે. તેને ગામમાં વીજળી આપવાની સૂચના મળતાની સાથે જ કંપનીએ મિશન મોડમાં કામ કરવાનું શરૂ કર્યું. અધિકારીના જણાવ્યા અનુસાર, હવે ગામના તમામ ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે. વળી, કંપની ગામના વિકાસ માટે કામગીરી ચાલુ રાખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More