મહારાષ્ટ્રના મરાઠવાડામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને દરેકનું કલેજું ફાટી જાય એમ છે. એક વૃદ્ધ ખેડૂત અને તેની વૃદ્ધ પત્ની. બંને ખેતરમાં ખેડાણ કરી રહ્યા છે. બળદ ના હોવાના કારણે લાચાર ખેડૂત પોતે ખેડાણ કરી રહ્યો છે અને તેની પત્ની પાછળ ચાલી રહી છે. પૈસાના અભાવે વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે તેનું આ એક મોટું ઉદાહરણ છે. ઘરે બેસીને આરામ કરવાનો સમય ધરાવતા વૃદ્ધ દંપતીને ખેતરમાં સખત મહેનત કરવાની ફરજ પડી રહી છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ વધુ એક ઘટના, એરપોર્ટની દીવાલ તોડીને ભાગ્યું બેકાબૂ પ્લેન
જે કોઈ આ તસવીર જોઈ રહ્યું છે તે પોતાની લાગણીઓ પર કાબૂમાં રાખી શકતા નથી અને ભાવુક થઈ રહ્યા છે. આ કિસ્સો લાતુર જિલ્લાના અહમદપુરના એક ખેડૂત દંપતીનો છે, જેમની પાસે પોતાના ખેતરમાં વાવણી કરવા માટે પણ પૈસા નથી. ગરીબીની સ્થિતિ એવી છે કે તેઓ બળદની વ્યવસ્થા કરી શકતા નથી, ટ્રેક્ટર તો દૂરની વાત છે. આ કારણે, તેઓ ખૂબ મહેનત કરવા મજબૂર બન્યા છે.
મધ્યવર્ગને ઝટકો! સરકારના આ નિર્ણયથી બિલ્ડરોને જબરો ફાયદો! તૈયાર મકાનો ફટાફટ વેચાશે
નથી બચી જમાપૂંજી
વૃદ્ધ દંપતીએ જણાવ્યું કે ગયા વર્ષે ખેતીમાં તેમને ખૂબ જ નુકસાન થયું હતું. દુષ્કાળ અને કમોસમી વરસાદને કારણે તેમના પાકને નુકસાન થયું હતું. જેના કારણે તેમની બચત ખતમ થઈ ગઈ હતી. છેલ્લા 1 વર્ષથી બંને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વૃદ્ધ દંપતી સખત મહેનત કરીને ખેતર ખેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના ગામના બીજા ખેડૂતે તેમનો વીડિયો બનાવ્યો હતો.
ગુજરાત સરકારનો વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય; બેલીફ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
વિડિઓ થઈ રહ્યો છે વાયરલ
વૃદ્ધ દંપતીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યારે તેમની આ લાચારી વિશે વાત કરવામાં આવી, ત્યારે દંપતીએ જણાવ્યું કે વરસાદની ઋતુમાં વાવણી અને ખેડાણનો સમય નજીક છે. પરંતુ, તેમની પાસે ન તો કોઈ બચત બચી છે અને ન તો તેમણે બીજે ક્યાંયથી ટ્રેક્ટર કે બળદ ભાડાની વ્યવસ્થા કરી છે. તેથી જ તેમણે પોતે ખેતર ખેડવા માટે બળદની જેમ ખેડવાનું શરૂ કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે