મહોબા (યુપી): શું કોઈ વિચારી શકે કે ગણિતની એક સામાન્ય ટેસ્ટ કોઈના લગ્ન થયા પહેલા જ ભંગ કરાવી શકે છે. યુપીના મહોબા જિલ્લામાં એક વરરાજા સાથે આવું જ થયું.
મળતી માહિતી મુજબ શનિવારે મહોબાના એક ગામમાં અરેન્જ મેરેજ થવાના હતા. વરરાજા સાંજે જાન લઈને લગ્નના મંડપમાં પહોંચ્યા. જાન પહોંચે તે પહેલા જ દુલ્હનને ખબર પડી કે વરરાજા એટલા ભણેલા ગણેલા નથી, જેટલું તેમને જણાવવામાં આવ્યું હતું. દુલ્હને ફેરા લેતા પહેલા જ દુલ્હેરાજાના ટેસ્ટની યોજના ઘડી નાખી.
જ્યારે વરમાળાનો સમય આવ્યો તો દુલ્હને દુલ્હેરાજાને કહ્યું કે 2 નો ઘડિયો બોલો. અચાનક આવી વિચિત્ર માંગણીથી દુલ્હેરાજા ચોંકી ગયા. જ્યારે દુલ્હને ફરીથી કહ્યું તો દુલ્હેરાજા 2નો ઘડિયો બોલવાની કોશિશ કરી પરંતુ અનેક પ્રયત્નો છતાં તે બોલી શક્યા નહીં. ત્યારબાદ તો દુલ્હનનું ફટકી ગયું અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી.
દુલ્હને લગ્નનો ઈન્કાર કરી દીધો
પનવારી પોલીસ સ્ટેશનના SHO વિનોદકુમારે કહ્યું કે આ એક અરેન્જ મેરેજહતા. દુલ્હેરાજા મહોબા જિલ્લાના ધવાર ગામના રહીશ હતા. બંને પરિવારના સભ્યો અને અનેક ગ્રામીણો વિવાહ સ્થળ પર ભેગા થયા હતા. પરંતુ 2 નો ઘડિયો ન બોલવાના કારણે નારાજ દુલ્હને છેલ્લી ઘડીએ લગ્નની ના પાડી દીધી. દુલ્હને કહ્યું કે જેને ગણિતની સામાન્ય વાત પણ ન ખબર હોય તેવા વ્યક્તિ સાથે તે લગ્ન કરી શકે નહીં. દુલ્હન પક્ષના લોકોએ દુલ્હનને સમજાવવાની ખુબ કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
દુલ્હનના પિતરાઈ ભાઈએ કહ્યું કે તેઓ એ જાણીને ચોંકી ગયા કે દુલ્હેરાજા અશિક્ષિત હતો. તેણે કહ્યું કે દુલ્હેરાજાના પરિવારે તેમને શિક્ષણ મામલે અંધારામાં રાખ્યા હતા. તે કદાચ શાળાએ પણ ગયો નહીં હોય. દુલ્હેરાજાના પરિવારે અમને દગો કર્યો હતો.પરંતુ મારી બહાદુર બહેને સોશિયલ ટેબુના ડરને બાજુમાં મૂકીને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
SHO વિનોદકુમારે કહ્યું કે દુલ્હનના ઈન્કાર બાદ બંને પક્ષના લોકોએ વાતચીત કરીને પરસ્પર સમાધાન કરી લીધુ. વાતચીતમાં નક્કી કરાયું કે બંને પક્ષના લોકો એકબીજાને આપેલી ગિફ્ટ અને દાગીના પાછા આપી દેશે. તેમની પરસ્પર રજામંદી જોતા પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો નથી.
Corona Crisis: લોકડાઉનમાં જ્યારે શાળાઓ બંધ હોય તો કેટલી ફી ભરવી પડશે? સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો
Corona Update: કોરોના પર રાહતના સમાચાર, સતત ઘટી રહ્યા છે નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
West Bengal: હિંસા બાદ BJP સાંસદની ચેતવણી- 'TMC સાંસદો અને CM એ દિલ્હી પણ આવવાનું છે'
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે