Home> India
Advertisement
Prev
Next

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી માલદીવમાં વિશ્વ સમક્ષ ભોંઠુ પડ્યું, ઓમ બિરલાએ ઝાટકણી કાઢી

માલદીવની સંસદમાં રવિવારે એશિયા સ્પીકર્સ સમિટ દરમિયાન ભારતે પાકિસ્તાનનાં આતંકવાદી એજન્ડાને નકારી દીધો

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી માલદીવમાં વિશ્વ સમક્ષ ભોંઠુ પડ્યું, ઓમ બિરલાએ ઝાટકણી કાઢી

નવી દિલ્હી : કાશ્મીર મુદ્દે વિશ્વ સમક્ષ પાકિસ્તાન એકવાર ફરી ભોંઠુ પડ્યું છે. માલદીવની સંસદમાં રવિવારે એશિયન સ્પીકર્સ સમિટ દરમિયાન ભારતે પાકિસ્તાનના આતંકવાદી એજન્ડાને નિષ્ફળ બનાવી દીધો છે. ભારતે પાકિસ્તાનને આતંકવાદની સાથે સાથે પીઓકેનાં મુદ્દે પણ ઘેર્યું છે. ભારતનાં રાજ્યસભા ઉપાધ્યક્ષ હરિવંશ પ્રસાદે પાકિસ્તાનનાં બખિયા ઉધેડી દીધી. ડૉ. પરિવંશે પાકિસ્તાન એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરીને કાશ્મીરમો મુદ્દો ઉઠાવતા અટકાવ્યા. ડૉ. હરિવંશે કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો.

fallbacks

કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક
સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તી વિષય પર દક્ષિણ એશિયન દેશોની સંસદોનાં અધ્યક્ષોનાં ચોથા શીખર સમ્મેલનનું આયોજન માલદીવમાં આયોજીત થઇ રહ્યું છે. ભારતની તરફથી રાજ્યસક્ષાનાં ઉપાધ્યક્ષ હરિવંશ પ્રસાદ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા જ્યારે પાકિસ્તાન તરફ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સુરી અને સેનેટર કુરાત અલ એને હિસ્સો લીધો હતો.

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ

નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, જુલ્મોસિતમના શિકાર કાશ્મીરીઓની સ્થિતીને નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે જે ન થવું જોઇએ. કાશ્મીરીઓ સાથે થઇ રહેલા અન્યાયનો હિસાબ કરવો પડશે. કાસિમ સુરીને ભારતના રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ વચ્ચે અટકાવી દીધા. ડૉ. હરિવંશે આકરો જવાબ આપતા કહ્યું કે, અમે આ ફોરમ અંગે ભારતના આંતરિક મુદ્દાને ઉઠાવવાનો વિરોધ કરીએ છીએ. અમે આ ફોરમનાં રાજનીતિકરણનો વિરોધ કરીએ છીએ. આતંકવાદ વિશ્વ માટે મોટો ખતરો છે. પાકિસ્તાનને ક્ષેત્રીય હિતોને ધ્યાનમાં રાખતા સીમા પાર આતંકવાદને અટકાવવો પડશે. કોઇ પણ લેખીત નિવેદનને સર્વસમ્મતીથી સ્થાન ન મળવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More