Home> India
Advertisement
Prev
Next

સિલેક્શન કમિટીની મંજૂરી વગર CBI ડાયરેક્ટરને ન હટાવી શકે PM: ખડગે

સીબીઆઇનાં ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાનાં સરકારનાં નિર્ણય પર સવાલ ઉઠાવતા લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સીબીઆઇ ડાયરેક્ટરને પસંદ કરનારી કમિટીની સંમતી વગર સીબીઆઇ ડાયરેક્ટરને ન તો હટાવી શકાય અને ન તો તેનું ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. ખડગેએ વડાપ્રધાનને ત્રણ પેજનો પત્ર લખ્યો છે. 

સિલેક્શન કમિટીની મંજૂરી વગર CBI ડાયરેક્ટરને ન હટાવી શકે PM: ખડગે

નવી દિલ્હી : સીબીઆઇનાં ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાનાં સરકારનાં નિર્ણય પર સવાલ ઉઠાવતા લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સીબીઆઇ ડાયરેક્ટરને પસંદ કરનારી કમિટીની સંમતી વગર સીબીઆઇ ડાયરેક્ટરને ન તો હટાવી શકાય અને ન તો તેનું ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. ખડગેએ વડાપ્રધાનને ત્રણ પેજનો પત્ર લખ્યો છે. 

fallbacks

ખડગેએ કહ્યું કે, જો પત્રનો સંતોષજનક જવાબ નહી મળે તો કાયદાના જાણકારો પાસેથી સલાહ લઇને આગળ પગલા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખડગે પોતે સીબીઆઇ ચીફ સેલેક્શન કમિટીનાં સભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાઇ ચુક્યો છે કે, સરકાર સીબીઆઇ ડાયરેક્ટરને રાફેલ ડિલ મુદ્દે દબાવવા માટે તેમની જાસુસી કરાવી રહી છે. જેથી આલોક વર્મા થકી સમગ્ર મામલો દબાવી શકાય. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આલોક વર્માનાં અધિકારીક આવાસની બહાર ચાર લોકો શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા હતા. પોલીસે તેમની અટકાયત કરીને તેમની પુછપરછ કરી રહી છે. જો કે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દવાઓને ફગાવી દેવામાં આવ્યા છે. 

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે ટ્વીટર પર લખ્યું કે, સીબીઆઇના ડાયરેક્ટરને અયોગ્ય રીતે રાત્રે 2 વાગ્યે હટાવી દેવામાં આવ્યા. આજે આઇબીનાં ચાર લોકો તેમના ઘરની બહાર શંકાસ્પદ ગતિવિધિ કરતા ઝડપાઇ ગયા. તેમણે આ ઘટનાને રોમાંચક ગણાવી હતી જ્યાં ગુના અને રાજનીતિક ચક્રવ્યુહની સાંઠગાંઠ સ્પષ્ટ રીતે દેખાતી હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More