નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Minister Mamata Banerjee) એ જાહેરાત કરી છે કે તેઓ આ વખતે નંદીગ્રામ વિધાનસભા (Nandigram Assembly) થી ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે ચાલી રહેલ રાજકીય જંગને લઈને મમતાની આ જાહેરાતના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. આ પહેલા મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડતા આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે અને રાજકીય જંગ ચાલી રહ્યો છે. સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલના પ્રમુખ (Chief Minister Mamata Banerjee) મમતા બેનર્જીએ નંદીગ્રામમાં ચૂંટણી સભા કરી, અહીં તેમના નિશાને ભારતીય જનતા પાર્ટી રહી હતી.
મમતા બેનર્જી તરફથી નંદીગ્રામમાં ચૂંટણી સભામાં જાહેરાત કરવામાં આવી અને કહ્યું કે, હું ઈચ્છુ છું કે આ વખતે અહીંથી ચૂંટણી લડુ. મમતાએ મંચ પર રાજ્ય યૂનિટના અધ્યક્ષને અપીલ કરી અને તત્કાલ ત્યાં નિર્ણય થઈ ગયો. મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળમાં ટીએમસીની સરકાર બનશે અને પાર્ટી 200થી વધુ સીટ જીતશે.
આ પણ વાંચોઃ 60000 રૂપિયામાં બાળકી અને 1.5 લાખમાં બાળક વેચતી હતી આ ગેંગ, પોલીસે કર્યો મોટો ખુલાસો
મમતા બેનર્જીએ અહીં ટીએમસીથી ભાજપમાં ગયેલા શુભેંદુ અધિકારી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, નંદીગ્રામનું આંદોલન કોણે કર્યું, તેના પર કોઈએ જ્ઞાન લેવાની જરૂર નથી. આજે કિસાન પણ આંદોલન કરી રહ્યાં છે અને ભાજપે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા જોઈએ.
ટીએમસીના ઘણા નેતા પાર્ટી છોડી ભાજપમાં આવ્યા છે, તેના પર પણ મમતા બેનર્જીએ હુમલો કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ તરફથી પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી ઘણા લોકો તેની તરફ જઈ રહ્યાં છે. ભાજપ દ્વારા લોકોને દિલ્હીથી ડરાવવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ સતત ટીએમસીના નેતાઓને તોડીને તેની સાથે જોડી રહ્યું છે. શુભેંદુ અધિકારી પણ આ વિસ્તારથી આવે છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે