કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી (Chief Minister Mamata Banerjee) એ એકવાર ફરી ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભગવા પાર્ટી હજુ પણ જનાદેશનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. મમતાએ ગુરૂવારે હિંસામાં મોતને ભેટેલા લોકોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે ચૂંટણી પંચના હાથમાં હતી, તે દરમિયાન થયેલી હિંસામાં 16 લોકોના મોત થયા છે. તેમાંથી અડધા ટીએમસીના હતા અને અડધા ભાજપના. આ સિવાય એક કાર્યકર્તા સંયુક્ત મોર્ચાનો હતો.
મમતાએ ગુરૂવારે જાહેરાત કરી કે ચૂંટણી બાદ પ્રદેશમાં થયેલી હિંસામાં મૃત્યુ પામનાર લોકોને કોઈ ભેદભાવ વગર 2-2 લાખનું વળતર આપવામાં આવશે. મમતાએ આ દરમિયાન ભાજપ પર જનાદેશનો સ્વીકાર ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ ફરી રહ્યા છે. તે લોકોને ભડકાવી રહ્યાં છે. નવી સરકાર આવ્યાના 24 કલાક પણ થયા નથી અને તે પત્ર મોકલી રહ્યાં છે. તેના નેતા અને તેની ટીમ આવી રહી છે.
ટીમ આવી, ચા પીધી અને ચાલી ગઈ
મમતાએ કહ્યું, એક ટીમ આવી હતી. તેણે ચા પીધી અને પરત ચાલી ગઈ જ્યારે કોવિડ ચાલૂ છે. હવે જો મંત્રી આવે થે તો તેણે સ્પેશિયલ ફ્લાઇટ્સ માટે પણ આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. તેમણે કહ્યું કે, નિયમ બધા માટે સમાન હોવા જોઈએ. ભાજપના નેતાઓ વારંવાર અહીં આવી રહ્યાં છે એટલે કોરોના વધી રહ્યો છે.
ભાજપ પર જનાદેશનો સ્વીકાર ન કરવાનો આરોપ
મમતાએ કહ્યું કે, તે (ભાજપ) હકીકતમાં જનાદેશનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. હું તેમને આગ્રહ કરુ છું કે તે જનાદેશનો સ્વીકાર કરે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે પશ્ચિમ બંગાળ સરકારને પત્ર લખ્યો અને રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસાનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, રાજ્ય સરકાર રિપોર્ટ નહીં મોકલે તો આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે.
મહુઆમાં હોમિયોપેથિક સિરપ મિક્સ કરી નશો કરતા સાત યુવકના મોત, 5ની હાલત ગંભીર
ઉલ્લેખનીય છે કે બંગાળ ચૂંટણીના પરિણામ બાદથી રાજ્યમાં હિંસા ભડકી છે. આ દરમિયાન ભાજપ અને ટીએમસી બન્ને પાર્ટીના કાર્યકર્તાઓની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે દાવો કર્યો કે તેમના 14 કાર્યકર્તાઓના મોત થયા છે. તો મમતાએ કહ્યું કે, અમારી પાર્ટીના કાર્યકર્તાઓના પણ હિંસામાં મોત થયા છે. હવે આ મુદ્દે બન્ને વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે