Home> India
Advertisement
Prev
Next

નીતિ કમિશનની બેઠકમાં નહીં આવે મમતા બેનરજી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

ણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. હવે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીઠ્ઠી લખી નીતિ કમિશનની બેઠકમાં સામેલ ન થવાની વાત કરી છે

નીતિ કમિશનની બેઠકમાં નહીં આવે મમતા બેનરજી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. હવે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીઠ્ઠી લખી નીતિ કમિશનની બેઠકમાં સામેલ ન થવાની વાત કરી છે. આ અગાઉ પણ ટીએમસી પ્રમુખે 30 મેના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. તમને જણાવી દઇએ કે, ભાજપ અને ટીએમસીની વચ્ચે હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી શરૂ થવાની સાથે જ વિવાદ જોવા મળી રહ્યો હતો. જેમ જેમ પશ્ચિમ બંગાળમાં મતદાન નજીક આવતું ગયું તેમ તેમ બંને પાર્ટીઓમાં તણાવ વધતો ગયો હતો.

fallbacks

વધુમાં વાચો: CBI ઓફિસ ફરી પહોંચ્યા બેનરજીના ખાસ IPS અધિકારી, રાજીવ કુમારની પૂછપરછ શરૂ

મારું બેઠકમાં આવવું જરૂરી નથી: મમતા
મમતા બેનરજીએ કેન્દ્ર સરકારની સામે મોરચો શરૂ કરતા એક પત્રના માધ્યમથી કહ્યું કે, તેઓ નીતિ કમિશનની બેઠકમાં સામેલ થશે નહીં. પત્રમાં મમતા બેનરજીએ લખ્યું હતું કે, નીતિ કમિશન પાસે નાણાકીય અધિકારો અને રાજ્યની યોજનાઓનું સમર્થન આપવાનો કોઇ અધિકાર નથી. એવામાં મારું બેઠકમાં આવવું જરૂરી નથી.

વધુમાં વાચો: દેશના આ રાજ્યોને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આજે ભારે વરસાદની સંભાવના

બંને પાર્ટીઓએ એક-બીજા પર લગાવ્યા આરોપ
રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલી હિંસામાં બંને પાર્ટીઓએ એક-બીજા પર આરોપ લગાવ્યા. આ ઉપરાંત ‘જય શ્રીરામ’ અને ‘જય બંગાળ’ જેવા નારા પર વિવાદ જોવા મળ્યો હતો. આ વચ્ચે ભાજપ તરફથી મમતા બેનરજીને જય શ્રીરામ લખી હજારો પોસ્ટ કાર્ડ પણ મોકલવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા પણ મમતા બેનરજી મોદી કેબિનેટના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા ન હતા.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More