Home> India
Advertisement
Prev
Next

West Bengal: ભાજપનો આરોપ, કહ્યું- પાર્ટી કાર્યકર્તાઓના ફોન ટેપ કરી રહી છે મમતા સરકાર

ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા સરકાર તેનો ફોન ટેપ કરી રહી છે. તો બંગાળ ભાજપના અધ્યક્ષે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી ખુદ ભાજપ કાર્યકર્તાઓના ફોન ટેપ કરે છે. 
 

West Bengal: ભાજપનો આરોપ, કહ્યું- પાર્ટી કાર્યકર્તાઓના ફોન ટેપ કરી રહી છે મમતા સરકાર

કોલકત્તાઃ પેગાસસ જાસૂસી મામલાને લઈને રાજકીય માહોલ ગરમ છે. સંસદમાં પણ આ મુદ્દે હંગામો થયો હતો. કેન્દ્રની રાજનીતિમાં આ મુદ્દાને લઈને વિપક્ષ આક્રમક છે તો સરકાર જાસૂસીના દાવાને નકારી રહી છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય અને નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ રાજ્યની મમતા બેનર્જી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. અધિકારીએ કહ્યુ કે મમતા બેનર્જીની સરકાર તેમને ફોન ટેપ કરી રહી છે. તેમણે કહ્યું કે, આમને-સામને કે વોટ્સએપ પર વાત કરવા સિવાય કોઈ તક નથી. 

fallbacks

શુભેંદુ અધિકારીએ કહ્યુ- બંગાળમાં હિંસા મમતા બેનર્જી અને તેની સરકારના નેતૃત્વમાં થઈ. મમતા બેનર્જીની સરકાર મારો ફોન ટેપ કરી રહી છે. આમને-સામને કે વોટ્સએપ પર વાત કરવા સિવાય કોઈ ઉપાય નથી. તેમની સરકાર ભાજપના દરેક નાના કાર્યકર્તાના ફોન ટેપ કરી રહી છે. 

તો પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું- ટીએમસી નેતા વોટ્સએપ પર મેસેજ કરવા સિવાય બીજા માધ્યમથી વાત નથી કરતા, કારણ કે તે જાણે છે કે મમતા બેનર્જી ખુદ તેના ફોન ટેપ કરે છે. તે અને તેમની સરકાર પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ફોન ટેપિંગ અમારૂ કામ નથી, કોંગ્રેસનું છે જ્યાંથી મમતા આવ્યા છે. 

આ પણ વાંચોઃ CAA અને NRC થી મુસલમાનોને કોઈ સમસ્યા થશે નહીંઃ મોહન ભાગવત

તો પેગાસસ જાસૂસી વિવાદના સંદર્ભમાં મમતા બેનર્જીએ બુધવારે કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે તે પેગાસસ સ્પાઇવેયરનો ઉપયોગ કરી નેતાઓ, કાર્યકર્તાઓ, પત્રકારો વગેરેને નિશાન બનાવનાર કથિત જાસૂસી સ્કેન્ડલ પર સુઓમોટો લે. તેમણે વિપક્ષી દળોને કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બધાએ સાથે આવવું પડશે. ટીએમસી અધ્યક્ષે કોલકત્તામાં એક રેલીને ઓનલાઇન સંબોધતા કહ્યું- ભાજપ એક લોકતાંત્રિક દેશને કલ્યાણકારી રાષ્ટ્રની જગ્યાએ સર્વેલાન્સ રાષ્ટ્રમાં બદલવા ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More