Home> India
Advertisement
Prev
Next

Jharkhand: 11 વર્ષની તુલસીકુમારી પાસેથી વ્યક્તિએ 12 કેરી 1,20,000 માં ખરીદી, કારણ જાણી સલામ કરશો

તુલસી પાંચમા ધોરણમાં છે અને એક સરકારી શાળામાં ભણે છે. કોરોના વાયરસ મહામારીના દરમિયાન તેની શાળા બંધ થઈ ગઈ.

Jharkhand: 11 વર્ષની તુલસીકુમારી પાસેથી વ્યક્તિએ 12 કેરી 1,20,000 માં ખરીદી, કારણ જાણી સલામ કરશો

નવી દિલ્હી: ઝારખંડના જમશેદપુરની એક છોકરી ઓનલાઈન ક્લાસમાં ભણવા માટે સ્માર્ટફોન ખરીદવા માંગતી હતી. 11 વર્ષની તુલસી કુમારી રસ્તા કિનારે કેરી વેચે છે. છોકરીને આ હાલમાં જોઈને અમેય નામની વ્યક્તિ એકદમ ચકિત રહી ગયો. ત્યારબાદ તેણે 12 કેરી 1 લાખ 20 હજાર રૂપિયામાં ખરીદી લીધી. એટલે કે દરેક કેરીના તેણે 10 હજાર રૂપિયા આપ્યા. ગત બુધવારે અમેયે પૈસા છોકરીના પિતા શ્રીમલ કુમારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. 

fallbacks

વ્યક્તિએ 12 કેરીના 1.2 લાખ રૂપિયા આપ્યા
અમેય વેલ્યુએબલ એડુટેન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (Valuable Edutainment Private Ltd) ના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમણે 11 વર્ષની તુલસીના સંઘર્ષ વિશે સ્થાનિક મીડિયા દ્વારા જાણ્યું. મીડિયા સાથે વાતચીતમાં છોકરીએ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું હતું. ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરવા માટે સ્માર્ટફોન જરૂરી હતો. જેના કારણે તે અભ્યાસ છોડીને રસ્તા પર કેરી વેચી રહી હતી.

ઓનલાઈન ક્લાસ માટે સ્માર્ટફોન જરૂરી
તુલસી પાંચમા ધોરણમાં છે અને એક સરકારી શાળામાં ભણે છે. કોરોના વાયરસ મહામારીના દરમિયાન તેની શાળા બંધ થઈ ગઈ. અમેય દ્વારા મદદ કરવામાં આવ્યા બાદ તુલસીએ કહ્યું કે તેણે સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા બચાવવા કેરી વેચવાનું શરૂ કર્યું હતું. પરંતુ હવે તેની પાસે પૈસા છે તો તે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી શકે છે અને અભ્યાસ ચાલુ રાખી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More