Home> India
Advertisement
Prev
Next

Sneeze Death: છીંક આવતા યુવકનું મોત, મેરઠમાં સામે આવી ચોંકાવનારી ઘટના, જુઓ Video

Meerut Man Sneeze and Death: ઉત્તરપ્રદેશના મેરઠમાં છીંક આવ્યા બાદ એક યુવકનું મોત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આ યુવકનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના સમયે તેના ત્રણ મિત્રો પણ સાથે હતા.
 

Sneeze Death: છીંક આવતા યુવકનું મોત, મેરઠમાં સામે આવી ચોંકાવનારી ઘટના, જુઓ Video

મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકનું છીંક આવવાથી મોત થઈ ગયું છે. મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના કિદવઈ નગરમાં રહેતા આ યુવકનો સીસીટીવી વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં ચાર યુવક પોતાની ઘરે જતા જોવા મળી રહ્યાં છે. આ દરમિયાન એક યુવકને છીંક આવે છે અને બેભાન થવા પર પોતાના મિત્રના ખભા પર હાથ રાખતા ઢળી પડે છે. ત્યારબાદ મિત્રો સાથે યુવકને હોસ્પિટલ લઈ જાય છે પરંતુ ડોક્ટરો તેમને મૃત જાહેર કરી દે છે. 

fallbacks

પરિવારજનોએ જણાવ્યું કે યુવકને છાતીમાં થોડો દુખાવો હતો અને નજીકના એક ડોક્ટર પાસે દવા લીધી હતી. તે રાત્રે 11 કલાકે મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન છીંક આવી અને જમીન પર પડી ગયો. સીસીટીવી પ્રમાણે મિત્રોએ યુવકના હાથ-પગ હલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ યુવકના શરીરમાં કોઈ હલચલ થઈ નહીં. ત્યારબાદ તેમણે રાડો પાડી તો અવાજ સાંભળી ઘરના લોકો બહાર આવ્યા હતા. લોકોની મદદથી યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છીંકની સાથે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

શું બોલ્યા ડોક્ટર
IMA ના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર તનુરાજ સિંહે જણાવ્યું કે આવા કેસમાં વ્યક્તિની બીપી લો રહે છે કે પલ્સ ધીમી રહે છે. જો આવી દુર્ઘટના થાય તો તેને એ સ્થાન પર સુવળાવી પગ ઉપરની તરફ કરી દો અને છાતીમાં હળવું પ્રેશર આપો, પછી કોઈ નિષ્ણાંત ડોક્ટર પાસે પહોંચાડો. જો છાતીમાં સામાન્ય દુખાવો હોય તો તેને સારા ફિઝિશિયન કે કાર્ડિયોલોજિસ્ટ પાસે જરૂર દેખાડો. આ કેસમાં બેદરકારી દાખવવી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More