Home> India
Advertisement
Prev
Next

યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO

મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના કાન્હીવાડા પોલીસ સ્ટેશન હદમાં ગ્રામ કટિયામાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન લોકો નાચવા કૂદવામાં વ્યસ્ત હતાં. આ દરમિયાન એક એવી ઘટના ઘટી જેમાં યુવકનું મોત થયું. ગણેશ વિસર્જન દરમિયાન ડીજેની ધુન પર લોકો ડાન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન નાગિન ડાન્સ કરતા એક યુવકનું મોત થયું આ ઘટના ગુરુવાર રાત 10 વાગ્યાની આસપાસની છે.

યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO

સિવની: મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના કાન્હીવાડા પોલીસ સ્ટેશન હદમાં ગ્રામ કટિયામાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન લોકો નાચવા કૂદવામાં વ્યસ્ત હતાં. આ દરમિયાન એક એવી ઘટના ઘટી જેમાં યુવકનું મોત થયું. ગણેશ વિસર્જન દરમિયાન ડીજેની ધુન પર લોકો ડાન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન નાગિન ડાન્સ કરતા એક યુવકનું મોત થયું આ ઘટના ગુરુવાર રાત 10 વાગ્યાની આસપાસની છે.

fallbacks

ઘટના અંગે ગ્રામ પંચાયત કટિયાના સચિવ કબુલ સૈયામે જણાવ્યું કે ગામમાં સાર્વજનિક ગણેશની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. જ્યાં ગુરુવારે લોકો ધામધૂમથી ભગવાન ગણેશના વિસર્જન માટે જઈ રહ્યાં હતાં. દર વખતની જેમ આ વખતે પણ વિસર્જનના કાર્યક્રમમાં લોકો નાચી રહ્યાં હતાં. ડીજેની ધૂન પર લોકો નાચી રહ્યાં હતાં. આ બધા વચ્ચે ડીજે પર નાગિન ધૂન વાગતી હતી. નાગિન ધૂન પર બે યુવકો અને એક યુવતી માહોલ બનાવીને ડાન્સ કરી રહ્યાં હતાં. 

જુઓ VIDEO

વિસર્જન કાર્યક્રમમાં હાજર તમામ લોકો ખુબ મસ્તીના મૂડમાં હતાં. ત્યારે ડાન્સ સ્ટેપ કરતો રાજકુમાર ઠાકુર નામનો વ્યક્તિ પડી ગયો. ડાન્સ કરતા લોકોને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે. લોકોને સમજમાં આવ્યું ત્યાં સુધીમાં તો રાજકુમારનું મોત થઈ ગયું હતું. મૃતકના પિતા ગુરુપ્રસાદે જણાવ્યું કે હાલમાં જ રાજકુમારને એક રોડ અકસ્માતમાં માથામાં વાગ્યું હતું. જો કે તેની યોગ્ય સારવારથી તે ઠીક થઈ ગયો હતો. 

નાગિન ડાન્સ કરતી વખતે તે અચાનક પડ્યો અને તેનું મોત થઈ ગયું. લોકોને આ અંગે જાણ થતાં જ ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં માતમ પ્રસરી ગયો. લોકોને ખબર જ નહતી પડતી કે આખરે રાજકુમારનું આમ અચાનક મોત કેવી રીતે થઈ ગયું. વિસર્જનના કાર્યક્રમનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. જેના કારણે આખી  ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જે કોઈ આ વીડિયો જુએ છે તે દંગ રહી જાય છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More